ટીવી એન્કરનું બાલ્કનીમાંથી નીચે પડીને શંકાસ્પદ મોત, સાથી એન્કર પણ ફ્લેટમાં હતો હાજર!

એક ખાનગી ન્યૂઝ ચેનલની એન્કર રાધિકા કૌશિકનું શુક્રવારે સવારે સંદિગ્ધ રીતે મોત થયું છે. ન્યૂઝ એન્કર રાધિકા નોઈડા સેક્ટર 77માં આવેલા અંતરિક્ષ ફૉરેસ્ટ એપાર્ટમેન્ટના ચોથા માળ પર રહેતી હતી. શુક્રવારે પરોઢિયે પોણા ચાર વાગ્યાની આસપાસ તે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી. સોસાયટીના ગાર્ડે આ ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધી તે મોતને ભેટી ચૂકી હતી. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધો.

સાથી એન્કર રાહુલ અવસ્થી પણ હતો સાથે

પોલીસે મામલાની તપાસ કરવાની શરૂઆત કરી. પોલીસે સસાઈટીમાં લાગેલા સીસીટીવી પણ તપાસ્યા. રાધિકા રાજસ્થાનથી હતી. નોઈડામાં તે ફ્લેટમાં એકલી રહેતી હતી પરંતુ શુક્રવારની રાત્રે તેના સાથી એન્કર રાહુલ અવસ્થી પણ તેની સાથે હતા તેમ માલૂમ પડ્યું. પોલીસ આ મામલે રાહુલ અવસ્થીની પણ પૂછપરછ કરી શકે છે.

રાહુલ જોડે થઈ હતી બોલાચાલી!

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે રાધિકા અને રાહુલની વચ્ચે શુક્રવારની રાત્રે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બંનેએ દારૂ પણ પીધો હતો. દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે રાહુલ જ્યારે ટૉયલેટ ગયા ત્યારે રાધિકા બાલ્કનીમાંથી બહાર કૂદી પડી. જોકે મોતનું કારણ આત્મહત્યા છે કે કોઈ હાદસો કે પછી કંઈ બીજું જ, તે તો પોલીસ તપાસ બાદ જ કહી શકાશે.

આ પણ વાંચો: જો ભૂલમાંથી કોઈ ખોટા અકાઉન્ટમાં ઑનલાઈન પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો ગભરાશો નહીં, આ રહ્યો એકદમ સરળ ઉપાય!

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જયપુરથી પરિવાર પહોંચ્યો નોઈડા

રાધિકાના પરિવારજનોને તેના મોતની જાણ કરી દેવાઈ હતી. ત્યારબાદ પરિવાર જયપુરથી નોઈડા પહોંચી ગયો. પરિવારજનોનું કહેવું છે કે ગુરૂવાર સાંજે જ તેમની રાધિકા સાથે વાત થઈ હતી. રાધિકાની મોતનું કારણ શું હોઈ શકે, તેના પર હજી કોઈ કંઈ કહી નથી રહ્યું.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Banaskantha: Banas dairy increases milk procurement prices by Rs. 15 per kg. fat| TV9News

FB Comments

TV9 Web Desk3

Read Previous

ગહલોત અને પાયલટ બંનેમાંથી 72 કલાકની રસાકસી પછી રાજસ્થાનમાં કોણે આખરે મળી સત્તા?

Read Next

જેણે ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન.. તે આજે છે આ રાજ્યના Dy.CM, જાણો ‘અજબ’ મંત્રીની ‘ગજબ’ પ્રેમ કહાની

WhatsApp પર સમાચાર