ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

ગુટ નિરપેક્ષ દેશના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે જોડાશે નહીં. આ સતત બીજી વખત છે PM મોદી આ બેઠકમાં જોડાશે નહીં. મહત્વનું છે કે, ભારત ગુટ નિરપેક્ષ આંદોલનનો સંસ્થાપક દેશ છે. જો કે સૂત્રો મુજબ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ આ ગુટ નિરપેક્ષ સંમેલનમાં ભારત તરફથી જોડાશે. ગુટ નિરપેક્ષ સંમેલન અજરબૈઝાનના બાકુમાં 25-26 ઓક્ટોબરના દિવસે યોજાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સલમાન ખાનની 'ભારત' ફિલ્મે આ ગામના ખેડૂતોને એક જ રાતમાં બનાવી દીધા લાખોપતિ, જાણો કેવી રીતે?

PM મોદી સતત બીજી વખત આ સંમેલનમાં ગેરહાજર રહેશે. તો આ પહેલા 1979માં ચૌધરી ચરણસિંહ પણ હવાનામાં થયેલી ગુટ નિરપેક્ષ આંદોલનની બેઠકમાં હાજર રહ્યા નહોતા. લાંબા સમયથી ચાલતા આ આંદોલનમાં ભારતની મહત્વની ભૂમિકા છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું મોટું યોગદાન આ સંસ્થાની શરૂઆત કરવામાં રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  IRS પછી હવે IAS અને IPS અધિકારીઓ પર પણ થઈ શકે છે કાર્યવાહી, સરકારે 21 અધિકારીઓનું લિસ્ટ કર્યુ તૈયાર

 

 

ગુટો નિરપેક્ષ આંદોલનની શરૂઆત 1961માં બેલગ્રેડમાં થઈ હતી. તેનો હેતુ બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે બે ધ્રુવોમાં વહેંચાયેલી દુનિયામાંથી કોઈનો પક્ષ લેવાના બદલે અવિકસિત અને વિકાસશીલ દેશોને એક ઝંડા નીચે લાવવાનો હતો. સોવિયત સંઘના વિઘટન પછી આ સમૂહનું મહત્વ પણ ઓછું થયું છે. આ વર્ષે ગુટ નિરપેક્ષ આંદોલનનું 19મું સંમેલન યોજાશે.

READ  લો...હવે મોદી સરકારના બજેટ પર લાગી શકે છે ગ્રહણ, સુપ્રીમ કોર્ટમાં વકીલે દાખલ કરી જનહિત અરજી (PIL),જાણો શું છે દલીલ ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments