રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ

Non-bailable warrant issued against Hardik Patel in sedition case

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. એટલે કે ગમે ત્ચારે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે આ નિર્ણય કર્યો છે. આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાયદાકીય કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થઈ હતી.

READ  વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ

આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણી: જાણો કેટલી સીટ પર કેટલાં મતદારો કાલે નક્કી કરશે દિલ્હીનું ભાવિ?

ધરપકડ બાદ હાર્દિકે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે જ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જો કે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું છે..જો કે વોરંટ ઇશ્યુ થયા બાદ હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

READ  VIDEO: સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા, આગામી મુદતમાં ફરજિયાત હાજર રહેવા આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments