PM મોદી અંગે 2014 નહીં પણ 2019 સુધી નાસ્ત્રોદમસે કરી હતી આ ભવિષ્યવાણી, ભારતના આ વર્ષ સુધીનું કર્યું છે ભવિષ્યકથન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વખત લોકસભાની ચૂંટણી જીત્યા અને PM તરીકે સત્તા પર આવ્યા ત્યારે એક ભવિષ્યવેતાની વાતને લઈ સમગ્ર દેશમાં ચર્ચાની શરૂઆત થઈ ચૂકી હતી. આ જ ભવિષ્યકર્તાનું નામ નાસ્ત્રોદમસ છે. જેના વિશે હવે તો લગભગ લોકો જાણી ચૂક્યા છે. પણ 450 વર્ષ અગાઉ નાસ્ત્રોદમસે જે ભવિષ્યવાણી કરી હતી તેનો સંબંધ 2026 સુધી કેવી રીતે છે તે બહુ ઓછા લોકો જાણો છે. ફ્રાન્સના લેખક ફ્રેન્કોઈસ ગોટિયરની મુજબ નાસ્ત્રોદમસે 450 વર્ષ અગાઉ ભવિષ્યવાણી કરી હતી કે 2014થી 2026 સુધી ભારતનું પ્રતિનિધિત્વ એક એવો વ્યક્તિ કરશે કે જેનાથી પ્રભાવિત થઈને લોકો તેને એટલો પ્રેમ આપશે જે અગાઉના કોઈપણ નેતાને મળ્યું નહીં હોઈ. આ જ વાત 2016માં કિરણ રિજિજૂએ એક એમેઝિંગ ફેક્ટ્સ નામથી ફેસબુક પોસ્ટ પર શેર કર્યું હતું. જેમાં ગાણિતિક રીતે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી અને ભાજપની વાતને સમજાવી હતી.

 

READ  VIDEO: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કંપનીઓને આપી મોટી ભેટ, કોર્પોરેટ ટેક્સમાં કર્યો ઘટાડો

નાસ્ત્રેદમસે એક બીજુ પણ ભવિષ્યકથન કર્યું હતું જે પણ ભૂતકાળમાં સાચું સાબિત થયું હતું. આ વાત 9/11 વર્લ્ડટ્રેડ સેન્ટર પર આતંકી હુમલાની છે. આ અંગે ભવિષ્યકથનમાં કહ્યું કે લોખંડના પક્ષી નવી દુનિયાની બે મોટી ઈમારત સાથે અથડાશે અને જે પછી યુદ્ધની શરૂઆત શરૂ થશે. મતલબ આ પછી દુનિયામાં મોટા ફેરફારો શરૂ થશે. ભવિષ્યકથન કરનારા નાસ્ત્રોદમસે પોતાની મોતને લઈને પણ કેટલીક વાત કહી હતી. દમસે કહ્યું કે હું બેન્ચ અને પથારીની પાસે મૃતહાલતમાં મળી આવીશ. એક રાત અગાઉ જ તેણે પોતાની મોતની જાણ કરી દીધી હતી.

READ  FACEBOOKનો બદલાશે FACE, જાણો ફેસબુકના 5 મોટા બદલાવ વિશે

PM Modi meets Dawoodi Bohra community members in Houston, USA | Tv9GujaratiNews

FB Comments