હોસ્પિટલની વચ્ચે ઓર્ગન મોકલવાનું થયું સરળ, ટૂંક સમયમાં લેવાશે ‘ડ્રોન’ની મદદ

Drone for transplant_Tv9

Drone for transplant_Tv9

હજી ગઈકાલે જ એટલે કે શુક્રવારે જ અમદાવાદમાં એમ્બયુલન્સની મદદથી પ્રહલાદનગર ગાર્ડન પાસે ઈશાન-3 ટાવરમાં લાગેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલી 15 વર્ષીય ઈશિતાને મગજ સુધી ઓક્સિજન પહોંચતો ન હોવાના કારણે ગ્રીન કોરિડોર બનાવી 5 કિમીનું અંતર 9 મિનિટમાં કાપીને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી.

ગ્રીન કોરિડર વગર હવે ડ્રોનની મદદથી સરળતાથી મોકલી શકાશે ‘ઓર્ગન’

પરંતુ આજથી ઓર્ગન ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાફિકની સમસ્યાનો હલ ડ્રોન સ્વરૂપમાં શોધી લીધો છે. આ અંગે શુક્રવારે નાગરિકક ઉડ્ડયન રાજ્યમંત્રીએ જણાવ્યું કે, દેશની ઓથોરિટી હોસ્પિટલોમાં ડ્રોનપોર્ટસ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનું રજીસ્ટ્રેશન 1 ડિસેમ્બર એટલે કે આજથી શરૂ થઈ જશે.

આ પણ વાંચો : એક NRI મહિલાની દિલદારી: બુલેટ ટ્રેન માટે કરોડોની જમીન સરકારને આપી માત્ર 30 હજારમાં !!! 

ઉડ્ડયન રાજ્ય મંત્રીએ કહ્યું કે, આ સેવા માટેનું લાયસન્સ એક મહિનામાં શરૂ થઇ જશે. જેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમાં ડ્રોન પોલિસી 2.0 પર કામ શરૂ થયું છે. જેના માટે ડ્રોનને આંખોથી થોડી ઊંચાઇ પરથી ઉડાવવામાં આવશે. એટલું જ નહીં હોસ્પિટલ વચ્ચે એર કોરિડોર બનાવવાનો પણ વિચાર થઈ રહ્યો છે.


આ ઉપરાંત દેશમાં સરળતાથી ઓર્ગન ટ્રાન્સોપોર્ટેશન કરી શકાય તે માટે વિવિધ વિચારો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં નવી પોલિસી પર 15 જાન્યુઆરીના ગ્લોબલ એવિએશન સમિટમાં વિચાર કરવામાં આવશે. જેમાં હોસ્પિટલ અને જરૂરી સેવાઓ માટે ડિજિટલ એર સ્પેસ બનાવવા પર પણ વિચાર થશે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=”89″]

Rajkot: District milk producers union increases price of milk by Rs 20 per fat kg| TV9News

 

FB Comments

TV9 Web Desk6

Read Previous

એક NRI મહિલાની દિલદારી: બુલેટ ટ્રેન માટે કરોડોની જમીન સરકારને આપી માત્ર 30 હજારમાં !!!

Read Next

આ નંબર પ્લેટની કિંમતમાં મળી શકે છે 1 ડઝનથી પણ વધુ રોલ્સ રોયસ, જાણો શું છે ખાસ

WhatsApp પર સમાચાર