વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાનું નિધન, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન થયું નિધન

Noted astrologer Bejan Daruwala passes away due to COVID19

વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાનું નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર બાદ નિધન થયું છે. જો કે, આ અંગે બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાનું કહેવું છે કે તેમના પિતાનું ન્યૂમોનિયાના ઈન્ફેક્શન અને ઓક્સિજન ઓછો મળતો હોવાના કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, બેજાન દારૂવાલાની અઠવાડીયા પહેલા તબિયત લથડતા તેઓને અમદાવાદ પાસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. બેજાન દારૂવાલા દેશ વિદેશમાં જાણીતા હતા.

READ  Apurva Agnihotri Talks About His New Show, Wife Shilpa Saklani & Career Journey - Tv9

આ પણ વાંચો: 1 જૂનના દિવસે ચોમાસું કેરળમાં બેસશે, હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને કરી આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments