સુરતની લેડી ડોન ભૂરીએ દીવમાં કરી માથાકૂટ, પોલીસે તલાશી લેતા ચપ્પુ સાથે ઝડપાઈ

સુરતમાં જેના નામે ઘણાં ફરીયાદો નોંધાઈ ચૂકી છે તે ભૂરી ડોન ફરીથી પોલીસના ચોપડે ચડી છે. આ ઘટના ગુજરાતમાં નહીં પણ દીવમાં બની છે. દીવમાં નાગવા બીચ ખાતે ભૂરી ડોને પોતાના જ મિત્ર સાથે તકરાર કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નાગવા બીચ પર માથાકૂટ થઈ રહી હોવાની જાણ થતાં પોલીસે ભૂરી ડોન અને તેના પુરુષ મિત્રને પકડી પાડ્યા હતા. ભૂરીની જ્યારે તપાસ કરી ત્યારે તેની પાસેથી એક લાંબુ ચપ્પુ પણ મળી આવ્યું હતું.  થયું એવું કે ભૂરી ડોન ઉર્ફે અસ્મિતા જીલુભા ગોહિલ અને તેનો મિત્ર પ્રકાશ બાંભણિયા(રાહુ) દીવ ફરવા ગયા હતા. ત્યાં નાગવા બીચ પર કોઈ કારણોસર ભૂરી ડોન અને તેના મિત્ર વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં ભૂરી ઝઘડો બંધ કરવાનું નામ ન લેતી હોવાથી તેને પોલીસે ઝડપી લીધી હતી. ભૂરીનો રેકોર્ડ તપાસતા પોલીસને ખબર પડી કે તે સુરતની છે અને તેનો મોટો ગુનાહિત ઈતિહાસ છે. આ બાદમાં દીવ પોલીસે સુરત પોલીસ સાથે સંપર્ક સાધ્યો હતો.

READ  અગ્નિકાંડની ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા અશ્રુભિની આંખે પોતાના જ મિત્રોને આપી શ્રદ્ધાંજલિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભૂરીનો આતંક સુરતમાં રહ્યો છે અને તેની પર લૂંટ, ખંડણી અને હત્યાનો પ્રયાસ વગેરે સંગીન ગુનાઓ નોંધાયેલા છે. ભૂરી સુરતમાં ઘણી વખત દિવસે પણ હથિયાર લઈને નીકળી પડતી. લોકોને ડરાવવા અને ધમકાવવા તે આવું કરતી. ભુરીના કેટલાંક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં તે વેપારીઓ સાથે માથાકૂટ કરે છે અને ધમકીઓ પણ આપી રહી છે. ભૂરીને કાનૂનની પણ કોઈ દરકાર નથી તે કોર્ટમાં જાય ત્યારે કોઈ અભિનેત્રીની જેમ બધાનું અભિવાદન કરે છે.

READ  નાની દુકાનમાં કચોરી વેચનારા દુકાનદારની કમાણી જાણીને તમે કહેશો કે ના હોય! આટલી સંપત્તિ મળી આવી

 

[yop_poll id=”1″]

 

Unseasonal rain ruined groundnut kept in open in Rajkot's market yards | TV9GujaratiNews

FB Comments