સમય બદલાયો, રાજકીય માહોલ બદલાયો, દુશ્મન પણ બન્યો દોસ્ત! મોદી સાથે 17 વર્ષ મિત્રતા, પછી 10 વર્ષ દુશ્મની રાખ્યા બાદ 3 માર્ચે બિહારમાં ફરી નીતિશ બનશે દોસ્ત

એક દાયકા બાદ ચૂંટણી મંચ પર એકસાથે જોવા મળશે નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી. છલ્લે જ્યારે આ બંને એકસાથે મંચ પર જોવા મળ્યા હતા ત્યારબાદ બંને વચ્ચેની દોસ્તી તૂટી ગઈ હતી. ત્યારે નીતિશ મોદીનો સાથે નહોતા આપી રહ્યાં, સાથે દેખાય તેવો ફોટો પણ સહન નહોતો થતો બંનેથી. આ જ ફોટોએ તોડી હતી નીતિશ-મોદી વચ્ચેની દોસ્તી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 માર્ચે પટનાના ગાંધી મેદાનમાં સંકલ્પ રેલીને સંબોધિત કરશે. આ રેલીમાં મુખ્યપ્રધાન નીતિશ સહિત બિહાર એનડીએના તમામ નેતા હાજર રહેશે. આ રેલીમાં લગભગ 10 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન નીતિશ કુમાર એક મંચ પર હાજર રહેશે.

વાત એમ છે કે, 2010માં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે પંજાબના લુધિયાણામાં ચૂંટણીનું મંચ શેર કર્યું હતું એટલે કે એક મંચ પર બંને જોવા મળ્યા હતા. ત્યારબાદ મોદી-નીતિશ એક મંચ પર તો દેખાયા પરંતુ ક્યારેય ચૂંટણી મંચ પર એકસાથે ન દેખાયા.

2010માં લુધિયાણામાં ચૂંટણી મંચ પર એકસાથે હાજર રહ્યા બાદ બંનેનો એક ફોટો ખૂબ વાયરલ થયો. નીતિશકુમારને પોતાની વ્યક્તિગત છબીના કારણે તે મંજૂર ન હતું અને 17 વર્ષ જૂના ગઠબંધનમાં તિરાડ પડી. 2010માં જ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન પટનામાં થયું. નીતિશકુમારે પોતાના સહયોગી ભાજપના તમામ મોટા નેતાઓને ભોજનનું નિમંત્રણ આપ્યું. નીતિશ-મોદીનો આ ફોટો ફરીથી પટનાની દિવાલો પર લાગી અને નીતિશે ભોજન સમારંભ રદ્દ કરી દીધો એટલે કે ભાજપ સામેથી થાળી ખેંચી લીધી.

ચૂંટણી નજીક હતી અને રાષ્ટ્રીય રાજકારણમાં નીતિશની મહત્વાકાંક્ષાઓ પણ ઉઠી રહી હતી. નીતિશ, નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ દેખાનાર ચહેરા તરીકે ઓળખાવા લાગ્યા. ઘણાં પ્રયાસો છતાં પણ 2014 લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશ જૂન, 2013માં એનડીએથી અલગ થઈ ગયા અને તેમની પાર્ટી જાતે લોકસભા ચૂંટણી લડી.

નીતિશે સામાન્ય ચૂંટણીમાં કારમી હાર સહન કરવી પડી. માત્ર 2 સીટ્સ પર જીત મળી. 2015 વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમાર આરજેડીની સાથે ગઠબંધન કરી ચૂંટણી લડ્યા અને બિહારમાં સરકાર બનાવી. નીતિશકુમારે લગભગ 2 વર્ષ સુધી આરજેડી સાથે મળીને બિહારમાં સરકાર ચલાવી.

પરંતુ 2017માં ભ્રષ્ટાચારને મુદ્દો બનાવીને આરજેડીથી ઓગસ્ટ મહિનામાં ગઠબંધન તોડી દીધું અને પછી એનડીએમાં પાછા આવી ગચા. એક દાયકા બાદ નીતિશ મોદીનું ચૂંટણી મંચ શું રંગ લાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

જોકે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં પાંચ વર્ષ બાદ મોદી પરત ફર્યા. 2014 ચૂંટણી દરમિયાન મોદીની અહીં હુંકાર રેલી થઈ હતી અને આ રેલીમાં સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. લગભગ 6 લોકોનું તેમાં મોત નીપજ્યું હતું. બૉમ્બ ધમાકાઓની વચ્ચે જ મોદીએ રેલીને સંબોધિત કરી હતી.

[yop_poll id=1867]

Maharashtra CM Devendra Fadnavis among water bill defaulters, owes Rs 7.4 lakh to BMC

FB Comments

TV9 Web Desk3

Read Previous

પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ : ભારતના મિગ 21 વિમાને જે વિમાન તોડી પાડ્યુ હતું, તે પાકિસ્તાનનું F-16 વિમાન જ હતું, મળેલા કાટમાળથી ખુલાસો

Read Next

શું આપ જાણો છો કે વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની ધરતી પર હોવાની જાણ થતા જ સૌથી પહેલું કામ કયુ કર્યું ?

WhatsApp પર સમાચાર