Match Fixing પર બન્યો પ્રથમ વખત કાયદો, હવે Match Fixing કરવા પર થશે જેલ

શ્રીલંકા મેચ ફિક્સિંગથી જોડાયેલા કેસોને ગુન્હાની શ્રેણીમાં લાવનારો પ્રથમ એશિયાઈ દેશ બની ગયો છે. તેમની સંસદે ‘રમત સંબંધિત ગુનાઓને રોકવા’ માટેનું બિલ પસાર કરી દીધુ. આ બિલ પાસ થયા પછી શ્રીલંકામાં મેચ ફિક્સિંગને ગુન્હો માનવામાં આવશે. મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલો આ નવો કાયદો બધી જ રમત પર લાગૂ થશે. તાજેતરમાં ICCની એન્ટી કરપ્શન યૂનિટ (ACU) દ્વારા શ્રીલંકામાં મેચ ફિક્સિંગથી જોડાયેલા કેસની તપાસ કરવામાં આવી હતી. આ તપાસને કારણે આ ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો.

એક ક્રિકેટ વેબસાઈટના હવાલાથી એ જાણકારી સામે આવી છે કે આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ રમત-ગમતના ભ્રષ્ટાચાર માટે દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. તે સિવાય તેને મોટો દંડ પણ ચૂકવવો પડશે. આ કાયદાની હેઠળ મેચ અધિકારી અને પિચ ક્યૂરેટર પણ આવી જશે. જો પિચ ક્યૂરેટર બુકીઓના કહેવા પ્રમાણે પિચ તૈયાર કરવા માટે દોષી નીકળશે તો તેમને પણ જેલ જવુ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સલમાન, શાહરુખ, આમિર મળીને પણ નથી કમાવી શકતાં આખા વર્ષમાં ફિલ્મોમાંથી એટલો પૈસો કે જેટલો 37 વર્ષના એક યુવાને ભર્યો છે માત્ર 3 મહિનાનો 699 કરોડ રૂપિયા એડવાંસ ટૅક્સ

શ્રીલંકાના રમત મંત્રી હરિન ફર્નાડોએ આ બિલને સંસદમાં રજૂ કર્યુ હતું. જેનું પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ સંસદમાં સમર્થન કર્યુ હતું. અર્જુન રણતુંગા હાલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. રમત મંત્રાલયે બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યા દરમિયાન ICCની ACUની સાથે મળીને કામ કર્યુ હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આતંકવાદી હાફિઝ સૈયદને સંયુક્ત રાષ્ટ્રની ફટકાર, વિશ્વ આતંકવાદીની સૂચીમાંથી નામ હટાવવાની અપીલને ફગાવી

 

 

આ બિલમાં તે લોકોની વિરૂદ્ધ પણ મોટી કાર્યવાહીની જોગવાઈ છે, જે બુકીઓ દ્વારા સંપર્ક કર્યા પછી પણ જાણકારી છુપાવશે. તેનો મતલબ હવે શ્રીલંકન ક્રિકેટરોને સટ્ટાબાજો દ્વારા સંપર્ક કરવાની ના માત્ર જાણકારી ACUને આપવી પડશે પણ સરકાર દ્વારા નિયુકત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટને પણ જાણકારી આપવી પડશે. આ કાયદો તે રીતે પણ મુખ્ય છે કારણ કે હાલમાં જ ભ્રષ્ટાચારના કેસમાં ICCએ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર 2 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો. તેમને બુકીઓ દ્વારા સંપર્ક કરવાની જાણકારી ACUને આપી નહતી.

READ  હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

AMC spent lakhs of rupees on Project MyByk but bicycles gathering dust | Ahmedabad

FB Comments