સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ

Ambaji and Somnath Temple
Ambaji and Somnath Temple

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય.

પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં આવતું હતું. આના લીધે મંદિરમાં આવનાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓની લાગણી દૂભાતી હતી.

READ  દેશમાં છેલ્લાં 24 કલાકમાં 5611 નવા પોઝિટિવ કેસ, 140 મૃત્યુ, જાણો રાજ્ય મુજબ સ્થિતિ

સોમનાથ અને અંબાજી મંદિરના આજુબાજમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે પહેલાં પણ ઘણીવખત સત્તાધીશોને શ્રદ્ધાળુઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ઘણી બધી રજુઆતોને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ આ મુદ્દાને ધ્યાનમાં લઈને તેના પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો છે. આદેશ બાદ હવે અંબાજી અને સોમનાથ મંદિરના પરિસરના 500 મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારના માંસ-મટન કે ઈંડા જેવી વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં.

 

READ  કોરોનાની સારવારના નિયમનું કર્યું ઉલ્લંઘન, AMCએ 2 ખાનગી હોસ્પિટલને ફટકાર્યો લાખો રુપિયાનો દંડ

[yop_poll id=831]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments