પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદીએ PM મોદી પર કરી ટિપ્પણી

now-pakistani-al-rounder-shahid-afridi-makes-such-taunt-about-prime-minister-narendra-modi

પાકિસ્તાન કિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીએ ભારત અને પાકિસ્તાનના સંબંધને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી છે. પાકિસ્તાની મિડિયાના રિપોર્ટ અનુસાર આફ્રિદીએ એક ઇન્ટવ્યૂમાં કહ્યું કે, પાડોશી દેશ ભારત સાથે સંબંધ ખરાબ હોવાનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી જ્યાં સુધી સત્તા પર છે. ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે બીજી શ્રૃંખલા રમાવી અસંભવ છે.

READ  કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવ્યો... ફીના નામે વસૂલવા માગે છે રૂપિયા

ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો અંગે કર્યો કટાક્ષ

એક સમય વિસ્ફોટક બલ્લેબાજી માટે ભારતમાં પણ પ્રશંસનિય સાહીદ આફ્રિદીએ હવે PM મોદી પર વિવાદિત ટિપ્પણી કરી છે. મને નથી લાગતું કે PM મોદીના કાર્યકાળમાં અમને ભારતથી કોઈ જવાબ મળશે. આફ્રિદીએ સાથે એવું પણ કહ્યું કે, અમે PM મોદીની માનસિકતાને સમજી ગયા છે. બંને દેશની જનતા કોઈ વિવાદ ઇચ્છતી નથી. પરંતુ PM મોદી બંને દેશ વચ્ચેના સંબંધોને પૂરા કરી દેશે.

READ  જો એલપીજી ગેસનો બાટલો ફાટે તો કંપનીએ આટલા લાખ રુપિયા વિમા પેટે ચૂકવવા પડે, જાણો કેવી રીતે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PSL અંગે આફ્રિદીનું નિવેદન

આફ્રિદીએ કહ્યું, મારા માટે PSLનું પાકિસ્તાનમાં આયોજિત થવું એ જ મહત્વની વાત છે. અમે જોયું કે શ્રીલંકા, બાંગ્લાદેશ, દુનિયાની અનેક ટીમ પાકિસ્તાનમાં આવી હતી. અને હવે ફરી PSLના આયોજનથી તમામ ક્રિકેટ ટીમને એકસાથે મળવાની પુરી આશા છે. PSLનું પાકિસ્તાનમાં આયોજન થવું મોટી વાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments