હવે ભાજપમાં ગૃહયુદ્ધ: શું 2019માં યોગી અને મોદી જ આવશે એકબીજાની સામસામે ?

11 ડિસેમ્બરના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશના રાજકારણમાં જાણે નવી જ હવા ઊભી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની હાર પછી કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ એકજૂથ થઈ રહ્યા છે તો ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ઉ.પ્રદેશના પાટનગર લખનઉમાં કેટલાંક પોસ્ટર લાગ્યા છે. જેમાં ‘યોગી ફોર PM’ લખવામાં આવ્યું છે.

READ  મુંબઈ માટે વર્ષો બાદ આવી સૌથી સારી અને મોટી ખબર, ફરી ખુલશે ડાન્સ બાર, જાણો ડાન્સ બારમાં તમે શું કરી શકશો અને શું નહીં ?

ઉત્તર પ્રદેશના લખનઉમાં વિવિધ સ્થાનો પર લાગ્યા પોસ્ટર

આ પોસ્ટરમાં એક તરફ વડાપ્રધાન મોદીનો ફોટો મુકવામાં આવ્યો છે લખનઉમાં રાતોરાત યોગી ફોર PM ના હોર્ડિંગ્સ ઠેર ઠેર લાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કેટલાક સ્થળે આ હોર્ડિગં લગાડાયા હતા.

મોદી Vs યોગીના પોસ્ટરથી ગરમ થયું રાજકારણ

આ પોસ્ટરમાં એવું કહેવામાં આવ્યું છે કે, 10 ફેબ્રુઆરીએ લખનઉમાં ધર્મ સંસદના આયોજનનો ઉલ્લેખ હતો. ઉત્તરપ્રદેશની નવ નિર્માણ સેનાએ લગાવેલા પોસ્ટરમા મોદીને ‘જુમલેબાજ’ અને યોગીને ‘હિન્દુત્વની બ્રાન્ડ’ તરીકે બતાવવામાં આવ્યા બાદ પોલીસે તરત જ પોસ્ટરો ઉતારીને તપાસ શરુ કરી હતી.

READ  VIDEO: IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં દિલ્લી પોલીસે આપી ક્લિનચીટ

આ પણ વાંચો : મુખ્યમંત્રીની પસંદગી માટે રાહુલ ગાંધીએ શરૂ કરી ‘મન કી બાત’ ?

પ્રારંભિક પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે, આ પોસ્ટર અખિલેશ યાદવથી જુદા પડેલા શિવપાલ યાદવની નજીકના વ્યક્તિ અમિત જાનીએ લગાવડાવ્યા છે. તેમણે આ માટે એક વીડિયો સોશિયલ મીડિયા પર મુકીને પોસ્ટર લગાવવાને વ્યાજબી ઠેરવવાનો પણ પ્રયાસ કર્યો છે. અગાઉ અમિત જાની પહેલા પણ વિવાદોમાં રહ્યા છે.આ પહેલા માયાવતીની મૂર્તિ તોડવાના મામલામાં તેમનુ નામ ઉછળ્યુ હતુ.

FB Comments