હવે થાણેના માર્ગો પર ટ્રાફિક પોલીસ નહીં પણ રોબોટ કરશે ટ્રાફિકનું નિયંત્રણ

Now robot will handle traffic
Now robot will handle traffic

મુંબઈ નજીકના થાણેમાં માર્ગો પર હવે ટ્રાફિક પોલીસ જોવા નહીં મળેટ્રાફિકની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી નિભાવશે રોબોટઅત્યાધુનિક રોબોટ માર્ગો પર ટ્રાફિકનું નિયમન કરશેઆ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી પણ આપશે.

ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતા આવા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હવે દેખાશે નહીં કેમ કે તેમની જગ્યા લેશે રોબોટજી હાં, રોડિયો નામનો આ રોબોટ હવે કરશે ટ્રાફિક નિયમનનું કામટ્રાફિક પોલીસની જેમ જ આ રોડિયો ઝેબ્રા ક્રોસિંગ પર આવશે અને વાહનોને થોભવાનો ઈશારો કરશે એટલે કે હાથ ઉપર કરી સ્ટોપનું બોર્ડ દાખવશે સાથે જ તેના શરીર પર લાગેલી સ્ક્રિન પર વાંચવા મળશે ટ્રાફિકના નિયમો.

ચેન્નઈની એક કંપનીએ આ રોબોટ તૈયાર કર્યો છે. જેનું નામ રોડિયો રાખ્યું છે. નામ પ્રમાણે તે રોડ પર જશે અને ટ્રાફિકનું નિયંત્રણ કરશે સાથે તેના શરીર પર સ્ક્રિન છે. જેના પર ટ્રાફિક નિયમો લખ્યા છે. આ ઉપરાંત એક લાઉડસ્પિકર છે જેના મારફતે તે લોકોને ટ્રાફિક નિયમો સમજાવશે અને તેનું ઉલ્લંઘન ન કરવા અપીલ કરશે.

જુઓ VIDEO :

ખાસ વાત એ છે કે ચેન્નઈની એક કંપનીએ સાતથી નવ ધોરણના અમુક બાળકોને લઈને આ રોડિયોનું નિર્માણ કર્યું છે સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત પ્રાયોગિક ધોરણે રજૂ કરવામાં આવેલો આ રોબોટ જો સફળ થશે તો તેને મુંબઈમાં પણ લાગુ કરવાની યોજના છે.

 

 

READ  નવવધુને 10 ગ્રામ સોનું મફતમાં આપશે ભાજપ સરકાર, 1 જાન્યુઆરી 2020થી આ સ્કીમ લાગુ

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

FB Comments