ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકવા હવે RSS મેદાનમાં, જાણો RSS શું કરશે અને શા માટે કરશે?

રાજ્યમાં દલિતો ઉપર વધતા અત્યારને અટકાવવા હવે કામ કરશે સદભાવના સમિતિઓ, સંઘ હવે ગ્રામીણ વિસ્તારોમાં સમિતિઓ બનાવીને તમામ સમાજની સમિતિ બનાવશે.

પોલીસ બંદોબસ્ત

દલિતો સામે અન્યાયના કેસો ગામમાં જ સમાધાન થાય તે માટે વ્યવસ્થા બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદને પણ સક્રીય કરાયું છે.  વિશ્વ હિન્દુ પરિષદે શંકા પણ વ્યક્ત કરી છે કે દલિત અત્યાચારના કેસો પાછળ નિશ્ચિત રાજકારણ જવાબદાર છે.  જો આવું જ ચાલતુ રહ્યું તો ભાજપની રાજનીતિક જમીનના ધોવાણની સંભાવના વધુ છે.

 

 

રાજ્યમાં લ્હોર ગામની વાત હોય કે સાબરકાંઠા ખાંભીસર ગામ જે રીતે દલિતોના વરધોડા કાઢવાને લઇને વિવાદ થયો તેના કારણે સમાજિક સમરસતાને નુકશાન થયુ છે.  પરિણામે હવે રાષ્ટ્રીય સ્વય સેવક સંઘ આ મુદ્દે સક્રીય થયો છે. સંઘના સિનિયર પદાધિકારીઓએ આ અંગે એક બેઠક પણ કરી છે.

READ  પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી, જુઓ આ VIDEO

પદાધિકારઓની બેઠકમાં નિર્યણ લેવાયો છે કે હવે સંવેદનશાલ ગામડાઓ કે જ્યાં વારંવાર ઠાકોર અને દલિતો, દલિતો અને દરબારો, દલિતો અને ભરવાડ અને રબારીઓ વચ્ચે જ્યાં જ્યા પણ જુથ અથડામણની ઘટના બની છે તેની યાદી બનાવાઈ અને યાદી પ્રમાણે અહીં સદભાવના સમિતિઓ બનાવવામાં આવે.સસંઘની સહયોગી સંસ્થા સમરસતા મંચના કન્વીનર નટુ ભાઇ વાધેલાએ કહ્યું કે  આ સમિતિઓની સક્રીયતા વધારવાનો નિર્યણ કરાયો છે. સંઘની સહયોગી સંસ્થા સામાજિક સમરસતા સમિતિ હાલ આ મુદ્દે ગ્રામીણ વિસ્તારોમાં સક્રીય થઇ છે.

2016માં જ્યારે રાજ્યમાં ઉના કાંડ થયો ત્યારથી ગુજરાતમાં સધની સામાજિક સંમરસતા મંચ દલિતો સામે અત્યાર અટકાવવા કામ કરી રહી છે.  સંઘના આંકડા પ્રમાણે છેલ્લાં 3 વર્ષમાં 32 જેટલી ઘટનાઓ દલિત અત્યાચારની બની છે,જેમાં સમધાન લાવવા પ્રયત્નો કરાયા છે. ત્યારે સંઘની સહયોગી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદ જિલ્લા પ્રમુખ દક્ષેણ મહેતાનીએ કહ્યું કે વીએચપી આ મુદ્દે અલગથી રિપોર્ટ તૈયાર કરી રહી છે.  વીએચપીને શંકા છે કે આવી ઘટનાઓ અંગત કે જુની અદાવતમાં બની રહી છે પણ પાછળથી તેને જાતિગત સમિકરણો ચગાવવામાં આવી રહ્યા છે.

READ  Timeline of Gulberg Society massacre case - Tv9 Gujarati

એવ શંકા પણ વ્યક્ત કરાઇ રહી છે કે નિશ્ચિત પોલીટિકલ પાર્ટીઓ ગુજરાતને બદનામ કરવા માટે અને જાતિગત વાડાઓ બાંધવા માટે આમ કર્યું છે. જેથી હિન્દુત્વની પરિકલ્પનાને તોડી શકાય.  છતાં સંઘ હાલ આ મુદ્દે દોષીયો સામે કડક પગલા ભરવા માટે સરકારમાં ભલામણ કરી છે.  સંઘ હાલ હિન્દુત્વ મજુબત કરવા માટે નવા યુવાનોને જોડીને પણ રહી છે.

આ પણ વાંચો: કડીના લ્હોર ગામમાં તાલીબાની ફરમાન, દલિત યુવકે વરઘોડો કાઢ્યો તો ગામે તે સમાજનો જ બહિષ્કાર કરી દીધો!

સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ માને છે કે જો રાજ્યમાં જાતિવાદ વધુ મજબુત થશે તો રાજ્યમાં હિન્દુત્વ કમજોર થશે. જો હિન્દુત્વ કમજોર થયું તો સીધો ફટકો ભાજપની રાજકીય સ્થિતિ ઉપર પડશે. પરિણામે જો આવું જ ચાલતું રહ્યું તો આગામી દિવસોમાં ભાજપને નુકશાન થશે અને કોંંગ્રેસની સ્થિતિ મજબુત થશે.  સરકારને પણ સંઘે આ અંગે ચેતવણી આપી દીધી છે જેથી આવી ઘટનાઓને કડક હાથે ડામવા અને દોષીઓ સામે પગલા લેવાની સૂચના પણ આપી શકાય.

READ  VIDEO: હેલ્મેટના નિયમ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને, ગુજરાત સરકારે રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટીને આપ્યો જવાબ

 

Strict action to be taken against responsible : Range IG, Subhash Trivedi over Liquor party

FB Comments