હવે બ્રિટેનમાં પાન ખાઈને થૂંકવા પર લાગશે આટલો મોટો દંડ

જો તમે ભારતમાં રહો છો તો તમને રસ્તાઓ પર પાન ખાઈને થુંકતા ઘણા લોકોને જોયા જ હશે. વિદેશોમાં પણ તમને કોઈ ભારતીય પાન ખાતા નજરે પડશે.

વિદેશમાં કોઈ પણ જગ્યાએ પાન ખાઈને થુંકવાની પરવાનગી નથી. તેને લઈને બ્રિટેનમાં એક ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. બ્રિટેનના લિસેસ્ટરમાં રહેતા ભારતીયો માટે પોલીસે ચેતવણી જાહેર કરી છે, ત્યાં પાન ખાઈને થુંકવા પર ભારતીયોને 150 પાઉન્ડ (13,581 રૂપિયા) દંડ ભરવો પડશે. તેના માટે શહેરની પોલીસે અને લિસેસ્ટર સિટી કાઉન્સીલે સાઈન બોર્ડ લગાવ્યા છે. જે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

તેની સાથે જ શહેરમાં લાગેલા સાઈન બોર્ડને અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખવામાં આવ્યા છે. જેમાં શહેરમાં રહેતા ગુજરાતીઓને કડક ચેતવણી આપવામાં આવી છે. આ સાઈન બોર્ડમાં લખ્યુ છે કે રસ્તા પર પાનખાઈને થૂંકવુ અસ્વચ્છ અને અસામાજીક છે. ત્યારબાદ લાલ રંગમાં મોટા-મોટા અક્ષરોમાં બધા જ નાગરિકોને અને ખાસ ગુજરાતીઓને ચેતવણી આપવામાં આવી છે કે થૂંકવા પર તેમને 150 પાઉન્ડનો દંડ આપવો પડશે.

થોડા વર્ષો પહેલા પણ લંડન કાઉન્સિલે જે ભારતીય લોકોને જે રસ્તા પર પાન ખાઈને થૂંકવાની ટેવ છે તેમની પર 80 પાઉન્ડ (7,238 રૂપિયા)નો દંડ કર્યો હતો.

 

Top News Stories From Gujarat: 19/6/2019| Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ઉત્તર પ્રદેશ પોલીસે કર્યુ એવુ કામ, થઈ રહી છે દરેક બાજુ ‘વાહ વાહ’

Read Next

મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી ભર્યો વીડિયો થયો વાયરલ

WhatsApp પર સમાચાર