લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો ‘નમો’ પ્રેમ

લોકસભા 2019 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયું છે..પણ આ પહેલી એવી ચૂંટણી હશે જેમાં લોકો પણ પોતાના મનપસંદ નેતાઓ માટે પ્રચાર કરી રહ્યા છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી.

ખાસ કરીને આ વખતે પીએમ મોદીને ફરી વિજયી બનાવવા ભાજપના કાર્યકરોએ નમો અગેઇન કેમ્પઈન શરૂ કર્યું છે..મોદીને પસંદ કરતાં લોકોએ પણ નમો અગેઇનની ટી શર્ટ પહેરીને મોદીને પોતાનું સમર્થન આપ્યું છે.તેવામાં હવે મહિલાઓ કેવી રીતે બાકાત રહે ?

READ  લેહને મળી અસલી આઝાદી, શું કહે છે લેહના રહેવાસીએ? જુઓ VIDEO

સુરતમાં મહિલાઓએ પણ નમો અગેઇનના કુર્તા સિવડાવીને પીએમ મોદી માટે પ્રેમ વ્યક્ત કર્યો છે..

શહેરના એક ફેશન ડિઝાઇનરે તાજેતરમાં જ શરૂ કરેલ બ્યૂટીકમાં આ નમો કુર્તા વેચાઈ રહ્યા છે..જેમાં મહિલાઓ આ કુર્તી ખરીદવા માટે ડિમાન્ડ કરી રહી છે.

એક જ દિવસમાં અસંખ્ય કુર્તીઓ ટપોટપ વેચાઈ ગઈ છે. અને નમો અગેઇન લખેલી કુર્તીઓની હજી પણ ડિમાન્ડ આવી રહી છે.

READ  Budget 2017: Here are the expectations of Surat - Tv9 Gujarati

 

 

 

FB Comments