લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદીને વોટ આપવાની અપીલ બાદ હવે જૂનાગઢમાં કોંગ્રેસને જીતાડવાની અપીલ કરતી કંકોત્રીની થઈ રહી છે ચર્ચા

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ-કોંગ્રેસ તરફથી અવનવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પહેલા જ્યારે લગ્નની કંકોત્રીમાં મોદીને વોટ આપવાની અપીલ કરાઈ હતી ત્યારે હવે ગુજરાતની એક વ્યક્તિએ પોતાના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસને વોટ આપવાની અપીલ છપાવી છે.

જૂનાગઢના માળિયાના જલંઘર ગામમાં રહેતા ભાણજીભાઈ ખીમાભાઈ દવેએ પોતાના દીકરા અને દીકરીના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસનો પંજો છપાવ્યો છે અને સાથે જ ‘ખેડૂતોનું હિત, કોંગ્રેસની જીત’ સ્લોગન છપાવ્યું છે.

READ  અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની કુલ 9 સીટ્સમાંથી 8 કોંગ્રેસને મળી હતી અને ભાજપને માત્ર એક સીટ મળી હતી. પરંતુ હવે એવામાં આ પ્રકારની કંકોત્રી છપાતા તે હાલ ચર્ચાનો વિષય બની છે.

મહત્ત્વનું છે કે આ વિસ્તારમાં એમએસપી, પાક વીમો, ખેડૂતો પર વધી રહેલા દેવાના કારણે ખેડૂતોમાં ગુસ્સો અને નારાજગી છે. સરકાર પ્રત્યેની નારાજગી હવે કંકોત્રીમાં છપાવી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે આ પંથકમાં તે રાજકીય પાર્ટી સફળતાનો ડંકો વગાડી શકશે જે ખેડૂતોનું હિત સાચવશે.

READ  પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા

[yop_poll id=1790]

Oops, something went wrong.

FB Comments