હવે તમારું વિદેશપ્રવાસનું સપનું થશે સરળતાથી પૂરું, 2 ખાસ દેશો માટે નહીં હોય પાસપોર્ટની જરૂર, આધાર કાર્ડ લઈ જશે તમને પરદેશ

ભારતના 15 વર્ષથી ઓછા અને 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો 2 દેશોની સફર માટે માત્ર આધાર કાર્ડને એક કાયદાકીય દસ્તાવેજ રૂપે રજૂ કરી શકશે. 

ગૃહ મંત્રાલયે હાલમાં જાહેર કરેલી સૂચિમાં આ જાણકારી આપી છે. જેમાં નેપાળ અને ભૂતાન બંને પાડોશી દેશોની સફર કરવા હવે આ બંને ઉંમરની વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ ભારતીય આધાર કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે આ બંને દેશોમાં ફરવા જવા ભારતીય નાગરિકોને વીઝાની જરૂર નથી હોતી.

 

સૂચિમાં કહેવાયું છે કે નેપાળ અને ભૂતાન જતા ભારતીયો નાગરિકો પાસે જો લીગલ પાસપોર્ટસ ભારત સરકાર દ્વારા અપાતું એક ફોટો ઓળખપત્ર કે ચૂંટણી કાર્ડ છે તો તેમણે વીઝાની જરૂર નથી.

READ  શું પશ્ચિમ બંગાળના બજારમાં જય શ્રીરામ બોલવાથી મહિલાની ધરપકડ કરાઈ, જાણો આ ખબર પાછળની હકીકત

આ પહેલા 65થી વધુ અને 15 વર્ષી ઓછી ઉંમરની વ્યક્તિઓએ આ 2 દેશોની સફર કરવા માટે પોતાની ઓળખ સાબિત કરવા પોતાનું પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય સેવા કાર્ડ કે રાશન કાર્ડ બતાવવાના રહેતા પરંતુ આધાર કાર્ડનો ઉપયોગ નહોતા કરી શકતા.

પરંતુ હવે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે આધાર કાર્ડને પણ આ લિસ્ટમાં સામેલ કરી દેવાયું છે. અધિકારી કહ્યું હવે 65થી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ પણ આ બં દેશોમાં  પ્રવાસ કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશે.

અધિકારીએ એમ પણ જણાવ્યું કે ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસ, કઠમાંડુ દ્વારા જાહેર કરાયેલું નોંધણી પ્રમાણપત્ર અને ભારત તેમજ નેપાળ વચ્ચે સફર કરવા માટે સ્વીકાર્ય દસ્તાવેજ નથી.

READ  આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનો જો બાકી રહ્યો હોય તો ગભરાશો નહીં, સરકારે આપી મોટી રાહત, જાણો કેટલાં દિવસમાં તમે કરી શકશો લિંક

તેમણે આ જાહેરાત દ્વારા જણાવ્યું કે નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલું આપાતકાલીન પ્રમાણપત્ર અને ઓળખપત્ર ભારત પરત ફરવા માટેની સફર માટે જ માન્ય ગણાશે.

15થી 18 વર્ષના કિશોરોને તેમના સ્કૂલ પ્રિન્સિપાલ દ્વારા જાહેર કરાતા પ્રમાણપત્રના આધાર પર પણ ભારત અને નેપાળની સફર કરવાની અનુમતિ આપી દેવાશે.

ભૂતાન જવા માટે વોટર આઈડી કાર્ડ જરૂરી

આ પણ વાંચો: ગોતાની મુસાફરી કરતાં પણ સસ્તી છે GOAની આ ટૂર, બસ ચુકવો માત્ર આટલા રૂપિયા અને જોઈ નાખો આખું GOA

ભૂતાનનો પ્રવાસ કરવા માગતા ભારતીય નાગરિકો પાસે ઓછામાં ઓછો 6 મહિનાની વેલિડિટી ધરાવતો ભારતીય પાસપોર્ટ કે પથી ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. ભૂતાન, જે ભારતીય રાજ્યો સિક્કિમ, અસામ, અરૂણાચલ પ્રદેશ અને પશ્વિમ બંગાળ સાથે જોડાયેલો દેશ છે, ત્યાં આશરે 60 હજાર ભારતીય નાગરિક છે જે સામાન્ય રીતે હાઈડ્રો-ઈલેક્ટ્રિસિટી તેમજ નિર્માણ ક્ષેત્રે કાર્યરત છે.

READ  આ દેશમાં 12 ભારતીય નાગરિકોની કરવામાં આવી ધરપકડ, જાણો કારણ

તે ઉપરાંત, બોર્ડર પર આવેલા ભારતીય વિસ્તારોમાં દરરોજ આશરે 8 હજારથી 10 હજાર કર્મચારીઓ ભૂતાન આવ-જા કરે છે. વિદેશ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે લગભગ 6 લાખ ભારતીય નેપાળમાં રહે છે. નેપાળ 5 ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્વિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1,850 કિલોમીટરથી વધુ સીમા સાથે જોડાયેલો છે.

 

[yop_poll id=711]

Oops, something went wrong.
FB Comments