અરૂણાચલ પ્રદેશમાં NPPના ધારાસભ્ય સહિત 11 લોકોની શંકાસ્પદ ઉગ્રવાદીઓએ કરી હત્યા

અરૂણાચલ પ્રદેશના તિરપ જીલ્લામાં NSCN (IM) ના શંકાસ્પદ ઉગ્રવાદીઓએ NPP ધારાસભ્ય તિરોંગ અબો અને તેના બે સુરક્ષાકર્મી સહિત 11 લોકોની ગોળી મારીને હત્યા કરી છે. તિરપ જીલ્લાના ખોંસા પશ્ચિમ વિધાનસભા સીટ પરના ધારાસભ્ય તિરોંગ અબો આ જ સીટ પરથી ફરીથી જીતવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

 

આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

તિરપ જીલ્લાના નાયબ કમિશ્નનરે જણાવ્યું કે તિરોંગ અબો અસમથી તેમના વિધાનસભા ક્ષેત્રમાં પાછા ફરી રહ્યા હતા તે સમયે તેમની સાથે ચાર અન્ય લોકો અને બે પોલિસકર્મી હતા. જ્યારે તેમનો કાફલો જીલ્લાના બોગાપાની ગામ પાસે પહોચ્યો તો શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી અને તેમાં તમામનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું.

READ  સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો

 

 

આ ઘટનાની નિંદા કરતા NPP અધ્યક્ષ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ આ ઘટનામાં PMO અને કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહના હસ્તક્ષેપની માંગ કરી છે. ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરીને કહ્યુ કે અરૂણાચલ પ્રદેશના NPP ધારાસભ્ય તિરોંગ અબો સહિત 11 લોકોના જે કરૂણ મોત થયા છે તેનાથી મને દુ:ખ થયુ છે, જે પણ લોકો આ હુમલા માટે જવાબદાર છે તેમના સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

READ  કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આ દિવસે કેસરીયો ધારણ કરી શકે છે

 

PM Modi meets Dawoodi Bohra community members in Houston, USA | Tv9GujaratiNews

FB Comments