પેન્શન સ્કીમમાં મોદી સરકારે કર્યો મોટો ફેરફાર 15 લાખથી વધુ સરકારી કર્મચારીઓનું સુધરી જશે નવું વર્ષ

મોદી સરકાર દેશના કરોડો સરકારી કર્મચારીઓને નવા વર્ષમાં મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. વાસ્તવમાં સરકારે નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં પોતાનું યોગદાન વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી સોમવારે નવી સ્કીમની જાહેરાત કરી છે.

અત્યાર સુધી NPSમાં સરકાર તરફથી 4 ટકા જ આપવામાં આવતાં હતો પરંતુ જેને વધારીને 14 ટકા કરવા માટેનો વિચાર કરી રહ્યું છે. આ સાથે જ નિવૃતિ થયા પછી 60 ટકા રકમ પણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. જો કે કર્મચારીઓનું ઓછામાં ઓછું યોગદાન માત્ર 10 ટકા જ રહેશે.

READ  લોકરક્ષક દળ ભરતીને લઈને ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યાં હતા તેની થઈ જાહેરાત

આ પણ વાંચો : VIDEO: ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી આવ્યા માઠા સમાચાર

હાલમાં સરકાર તથા કર્મચારીઓનું યોગદાન NPSમાં 10-10 ટકા જેટલું જ છે. જેને સરકારે 14 ટકા કર્યું છે. જ્યારે કર્મચારીઓનું યોગદાન 10 ટકા યથાવત્ જ રાખ્યું છે. એટલું જ નહીં નાણા મંત્રાલયના અનુસાર અત્યાર સુધી કર્મચારી પોતાની કુલ રકમના 60 ટકા જ ટ્રાન્સફર કરી શક્તા હતા જેને હવે 40 ટકા કરી દેવામાં આવ્યું છે.

READ  સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

જાણો શું છે NPS ?

નેશનલ પેમેન્ટ સ્કીમ (NPS) એક નિવૃતિ માટેનું બચત ખાતું છે. જેની શરૂઆત 1 જાન્યુઆરી 2004થી કરવામાં આવી છે. પહેલાં આ યોજના માત્ર સરકારી કર્મચારીઓ માટે જ શરૂ કરવામાં આવી હતી. જે પછી 2009માં આ યોજના પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરતાં કર્મચારીઓને માટે પણ શરૂ કરવામાં આવી છે. NPS ખાતું ખોલાવવા માટે લઘુતમ ઉંમર 18 વર્ષ અને મહત્મ ઉંમર 65 વર્ષ છે.

READ  શા માટે વિજય માલ્યાએ દેશની સૌથી મોટી એર કંપની બચાવવા માટે બેંકોને કરી અપીલ, 'મારી સંપત્તિ લઈ લો પણ આ કંપનીને બચાવી લો'

[yop_poll id=”189″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments