એક NRI મહિલાની દિલદારી: બુલેટ ટ્રેન માટે કરોડોની જમીન સરકારને આપી માત્ર 30 હજારમાં !!!

Bullet Train_tv9
Bullet Train_tv9

દેશના વિકાસમાં નવું સોપાન જોડાવવા જઇ રહ્યું છે. હાલમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી જ ગુજરાતની ઓળખ હતું પરંતુ હવે બીજુ નામ એટલે અમદાવાદ મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યું છે. એક તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને ખેડુતો માં વિરોધની લાગણી ફેલાઇ રહી છે ત્યારે વડોદરાના ચાણસદ ગામની એક મહિલાએ પોતાની જમીન સરકારને આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કોણ છે મહિલા ? 

એટલું જ નહીં જમીન આપવા માટે તેઓ જર્મનીથી વડોદરા સુધી આવ્યા છે. પોતાના ખર્ચે અહીં આવી પોતાની જમીન સરકારને મફતના ભાવે આપી દેવામાં આ મહિલાને જરાય ખચકાટ અનુભવાયો નહીં. આ મહિલાને જ્યારે જાણ થઇ કે તેની જમીનનો એક ભાગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જઇ રહ્યો છે ત્યારે આ મહિલાએ વડોદરા આવવાનો નિર્ણય કર્યો હતો.

READ  Mumbai: CCTV helps police to nab Robbers- Tv9 Gujarati

સવિતા રાય નામની મહિલાએ પોતાન હસતા મોઢે પોતાની જમીન સરકારને આપી દીધી છે. આમ કરવા પાછળનુ કારણ જણાવતા સવિતાબેને જણાવ્યુ હતુ કે, તે સરકારના હાથ મજબુત કરવા માંગે છે અને સરકારને જમીન આપીને તે વિકાસની ભાગીદાર બનવા માગે છે .આ જાણકારી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના (NHSRCL) એક અધિકારીએ શુક્રવારે આપી છે.

NHSRCL તરફથી ધનંજય કુમારે કહ્યું કે, તેઓ જમીન આ યોજનામાં આપવા માટે વિમાનમાં આવ્યાં, જે માટે અમે તેમના ઘણાં આભારી છીએ. સવિતાબેન પાસે ચાણસદમાં પૈતૃક 71 એકર જમીન છે જેમાંથી તેઓએ 11.94 એકર જમીન આપી. તેઓ પરત જર્મની પણ જતા રહ્યાં છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

આ પણ વાંચો : આજથી બેન્કના કોઇ પણ કામ કરતાં પહેલાં બેન્કિંગના નવા ફેરફાર ઝડપથી જાણી લો એક ક્લિક પર

જો આ મહિલાએ પોતાની જમીન હાલના બજાર ભાવે વેચી હોત તો કદાચ તેમને મોટી રકમ આ મહિલાને મળ્યા હોત. પરંતુ 4 વીઘામાંથી આ મહિલાની માત્ર 3 ગુંઠા જ જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જતી હોવાથી તેણે આ નિર્ણય હસતા મોઢે સ્વીકારી લીધી.

અત્રે મહત્વપૂર્ણ છે કે આ મહિલાએ પોતાની જમીન સરકારને આપવા માટે સહી કરવાની હતી. તેમણે માત્ર એક સહી કરવા માટે 2 લાખનો ખર્ચ વેઠી લીધો છે.

READ  HC allows Nilesh Raiyani murder accused Jayrajsinh Jadeja to stay in Gujarat still 17 Dec - Tv9

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=”88″]

Amdavadis to face air pollution till Nov 18, say CPCB reports | TV9GujaratiNews

 

FB Comments