ખેડુતો માટે સારા સમાચાર પાક વીમો મળશે હવે નજીકની પોસ્ટ ઓફિસમાં, આયોજનને 100 દિવસમાં શરૂ કરવાનુ લક્ષ્ય 

પાક વીમા વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોસ્ટ ઓફિસોમાં સુવિધા શરૂ કરશે. કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે આ યોજનાને 100 દિવસની અંદર શરૂ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. તેઓ કહે છે કે પોસ્ટ ઓફિસમાં આ સુવિધાની પ્રાપ્યતાથી લાભલેનારા ખેડૂતોની સંખ્યા બમણી થઈ જશે. ખરેખર, કુદરતી આપદા જેવી પરિસ્થિતીમાં રાજ્યમાં પાકના નુકસાનથી ખેડૂતોને બચાવવા માટે સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) શરૂ કરી હતી.

READ  સમસ્યાઓના ચક્રવ્યૂહથી પીડાતા આ ખેડૂતને 84 કિલોમીટરની યાત્રા કાપતાં ન નડી 75 વર્ષની ઉંમર

અત્યાર સુધી પાક વીમો ખેડૂતોને બેંકો, CSC અને ઓનલાઈન જેવા માધ્યમો દ્વારા આપવામાં આવે છે, પરંતુ તેથી તમામ ખેડૂતો સુધી પહોંચી નથી શકાતુ. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસ દ્વારા પાક વીમાની પોલિસીના વેચાણથી લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ જશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આજે નિકટના સ્‍વજનો સાથે ખટરાગ થવાની શક્યતા

તેમણે કહ્યું કે આ યોજનાની વાત વર્ષ 2017 માં લેવામાં આવી હતી, પરંતુ તકનીકી અવરોધને લીધે તે લાગુ કરી શકાઈ નહતી.નવા કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે નિર્ણય લીધો છે કે પાક વીમા ઝડપથી પોસ્ટ ઑફિસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે.


અત્યાર સુધી પાક વીમા યોજનાની પોલિસી બેંક શાખાઓ, વીમા કંપની કચેરીઓ, સહકારી બેંકો, સામાન્ય સેવા કેન્દ્રો (CSC) અને ઑનલાઇન પોર્ટલ દ્વારા વેચાઈ રહી છે. બેંકો સામાન્ય રીતે તે જ ખેડૂતો માટે પાક વીમાની પોલિસી વેચે છે જેમણે તેમની પાસેથી પાક માટે લોન લીધી છે. આ રીતે, મોટા ભાગના ખેડૂતો આ યોજનાથી વંચિત રહે છે.

READ  રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર, 24 કલાકમાં નવા 615 કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

FB Comments