જયા પ્રદા પર વાંધાજનક નિવેદન આપીને ફસાયા આઝમ ખાન, NWCએ કહ્યુ ચૂંટણી લડવા પર લગાવો પ્રતિબંધ

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ઉત્તરપ્રદેશમાં રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનને ભાજપના ઉમેદવાર જયા પ્રદા પર કરેલા વાંધાજનક નિવેદનોની સખત ટીકા કરી છે.

રેખા શર્માએ ટ્વિટ કરીને આઝમ ખાનના નિવેદનોને ખુબ જ શરમજનક ગણાવ્યા હતા. તેમને કહ્યુ કે આઝમ ખાન હંમેશાથી મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને શરમજનક રહ્યા છે. અમે ચૂંટણી પંચને વિંનતી કરીશું કે આઝમ ખાનના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે.

 

આઝમ ખાને રામપુરમાં એક ચૂંટણી સભામાં સંબોધન કરતા તેમને એક વિવાદીત અને શરમજનક નિવેદન આપ્યુ હતુ. તે પહેલા ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ આઝમ ખાન પર હુમલો કરતા કહ્યુ હતુ કે જેને અમે ભાઈ કહ્યો, તેમને મને નાચવાવાળી કહી, આઝમ ખાને હંમેશા મારૂ અપમાન કર્યુ હતું.

READ  દિલ્હી હિંસા પર સોનિયા ગાંધીના 5 સવાલ! દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા?

 

Oops, something went wrong.
FB Comments