ઝેરી હવાની વચ્ચે દિલ્હીમાં ઓડ ઈવન સિસ્ટમ શરૂ, નિયમ તોડવા પર લાગશે આટલો દંડ

Odd-even vehicle scheme comes into force in Delhi, it will continue till 15th November

હવાના પ્રદુષણને ઓછુ કરવા માટે દિલ્હી સરકારે એક વખત ફરી ઓડ ઈવન સિસ્ટમ લાગૂ કરી છે. રાજધાનીમાં ત્રીજી વખત ઓડ ઈવન સિસ્ટમ ચાલી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તમામ લોકોને અપીલ કરી છે કે બધા જ તેનું પાલન કરે.

ઓડ ઈવનનું પાલન ના કરવા પર 4 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આજે 4 નવેમ્બરથી જ માત્ર ઈવન નંબરની ગાડીઓ રસ્તાઓ પર દોડશે. તેમાં 2,4,6,8,0 નંબરવાળી ગાડીઓ સામેલ છે. દિલ્હીમાં ઓડ ઈવન સિસ્ટમનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસની 200 ટીમ તૈનાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સોમવારે પણ પ્રદુષણ ખતરનાક સ્તર પર પહોંચેલું છે. સવારે 7 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 708 રેકોર્ડ કરવામાં આવ્યો છે. જો દિલ્હી NCRની વાત કરવામાં આવે તો વજીરપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 919, આનંદ વિહારમાં 924, નોઈડા સેક્ટર 62માં 751 અને વસુંધરામાં 696 રેકોર્ડ કરવામાં આવ્યું છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top 9 Business News Of The Day: 18/2/2020| TV9News

FB Comments