અમિત શાહ અને મમતા બેનર્જીએ એક જ ટેબલ પર લીધું લંચ, જુઓ PHOTOS

odisha-chief-minister-naveen-patnaik-hosted-lunch-for-mamata-banerjee-amit-shah-

રાજનીતિમાં એકદમ વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એક ટેબલ પર બેસીને ભોજન લે તો ચર્ચાનો વિષય બનવાનો જ. આવો કિસ્સો ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં જોવા મળ્યો હતો. પૂર્વી કાઉન્સિલની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, CM નવીન પટનાયક, CM મમતા બેનર્જી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાજરી આપી હતી. ઉપરાંત બિહારના સીએમ નીતિશ કુમાર પણ હાજર રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

odisha-chief-minister-naveen-patnaik-hosted-lunch-for

આ પણ વાંચો : ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચ થયો હોવાના આક્ષેપ અંગે વિજય રૂપાણીએ આપ્યો જવાબ

READ  BREAKING NEWS: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કયા લીધું એક સાથે લંચ?
ઓડિશાની રાજધાની ભૂવનેશ્વર ખાતે નવીન પટનાયક દ્વારા લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમાં મમતા બેનર્જી, નીતિશ કુમાર, ધર્મેન્દ્ર પ્રધાન, અમિત શાહે હાજરી આપી હતી. મમતા બેનર્જી સીએએ કાયદાનો ભારે વિરોધ કરે છે અને તેને લઈને અમિત શાહ સાથેની આ મુલાકાતને અલગ રીતે જોવામાં આવી રહી છે.

READ  સુરત: વહેલી સવારે LPG સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ, ઓલપાડ-સુરત સ્ટેટ હાઈવે કરાયો બંધ

કોણે આમંત્રણ છતાં હાજરી ન આપી?

odisha-chief-minister-naveen-patnaik-hosted-lunch-for North Zonal States CM
નવીન પટનાયક દ્વારા આયોજીત બપોરના ભોજન માટે ઝારખંડના સીએમ હેમંત સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે તેઓએ હાજરી આપી નહોતી અને પોતાના પ્રતિનિધિને મોકલાવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ઝારખંડમાં બજેટ સત્ર શરૂ થયું હોવાથી તેઓ આવી શક્યા નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પૂર્વ PM અટલજીની 95મી જન્મજ્યંતિ, PM મોદી અને રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO

 

ઓડિશામાં આવીને ગૃહમંત્રી અમિત શાહ એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. ખાસ કરીને નાગરિકતા કાયદાને લઈને તેઓએ આ સભા આયોજીત કરી છે. ઓડિશામાં અમિત શાહના આગમનના પગલે ભારે સુરત્રા ગોઠવવામાં આવી છે. જો કે આ મીટિંગ પૂર્વી ઝોનલ કાઉન્સિલ માટે આયોજીત કરવામાં આવી હતી અને બિહાર, ઝારખંડ,ઓડિશા અને પશ્ચિમ બંગાળ તેના સભ્ય હોવાથી મુખ્યમંત્રીઓને ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

 

Oops, something went wrong.
FB Comments