અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મુસ્લિમ વોટબેંક તો કોંગ્રેસ તરફ જતું રહ્યું હતું, શિલા દિક્ષીતે આપ્યો આવો જવાબ

12 મેના દિવસે દિલ્હીની તમામ 7 બેઠક માટે મતદાન પૂરુ થઈ ગયું છે. ખાસ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ત્રીકોણીય જંગ છે. જેમાં કેટલીક બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જંગ દેખાઈ રહી હતી. ત્યારે મતદાન પૂરુ થયા બાદ અરવિંદ કેજરીવાલનું એક નિવેદન દિલ્હીની રાજનીતિમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અને કેજરીવાલના નિવેદન બાદ કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીત પણ આક્રમક શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

સમગ્ર મામલો એવો છે કે અરવિંદ કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે 12 મેના દિવસે AAP કેટલી બેઠક જીતીને આવશે. તેના જવાબમાં કહ્યું કે ચૂંટણીના 48 કલાક પહેલા તો લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી તમામ બેઠક પર જીતી જશે. પણ લાગે છે કે છેલ્લી ઘડીએ મુસ્લિમોના મત કોંગ્રેસ પાર્ટી તરફ જતા રહ્યા છે.

આમ આદમી પાર્ટીના મુખ્યા અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર શિલા દિક્ષીતે પ્રતિક્રિયા આપી છે. શિલા દિક્ષીતે કહ્યું કે હું નથી જાણતી કેજરીવાલ શું કહેવા માગી રહ્યા છે. પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ મતદાન કરી શકે છે.

 

ત્યારે અરવિંદ કેજરીવાલના મત મુજબ મુસ્લિમ વોટબેંક કોંગ્રેસમાં પડી ગયો છે. મહત્વનું છે કે દિલ્હીમાં 13 ટકા જેટલો મુસ્લિમ વોટ છે. તો 2020માં દિલ્હીની વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ બોલે છે અને તેના આધાર પર લોકો તેમને વોટ આપશે.

Best and most beneficial way for plantation of paddy crops | Tv9Dhartiputra

FB Comments

TV9 Webdesk12

Read Previous

23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

Read Next

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ધુંળિયું બન્યું અમદાવાદ, જોરદાર ફુંકાયો પવન

WhatsApp પર સમાચાર