વડાપ્રધાન મોદીએ તેમના નિર્ણયથી લોકોને ફરી ચોંકાવી દીધા, લોકસભાના નવા સ્પીકર ભાજપના સાંસદ ઓમ બિડલા હશે

વડાપ્રધાન મોદીએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર હશે. લોકસભા અધ્યક્ષનું નામ જાહેર કરવાની સાથે જ વડાપ્રધાન મોદીએ એક વાર ફરી તેમના નિર્ણયથી લોકોને ચોંકાવી દીધા છે.

ઓમ બિડલાની પત્ની અમિતા બિડલાએ કહ્યું કે અમારા માટે ખુબ ગર્વ અને ખુશીનો સમય છે. અમે ઓમ બિડલાને પસંદ કરવા માટે કેબિનેટના ખુબ આભારી છીએ. લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે થશે, ત્યારે લોકસભા સ્પીકરના પદને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. ભાજપમાંથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓનું નામ ભારે ચર્ચામાં ચાલી રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકસભા અધ્યક્ષ બનવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસ.એસ.અહલુવાલિયા અને ડૉ. વિરેન્દ્ર કુમાર જેવા ઘણાં દિગ્ગજ નેતાઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભા અધ્યક્ષના પદ પર કોણ બેસશે, તેનો નિર્ણય હવે થઈ ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર હશે. ઓમ બિડલા આજે જ તેમનું નામાંકન દાખલ કરશે, ત્યારબાદ બુધવારે લોકસભામાં તેની પર મતદાન થશે. જ્યારે NDAની પાસે લોકસભામાં બહુમત છે, ત્યારે લોકસભા સ્પીકર બનવા માટે ઓમ બિડલા નક્કી જ માનવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: 2 દિવસમાં બદલાઈ ગયા ઈન્કમ ટેક્સ અને વીમા પોલિસીથી જોડાયેલા આ 2 નિયમ, લોકો પર થશે આ મોટી અસર

 

Amdavadis get some respite as rain arrives | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

VIDEO: અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

Read Next

લોકસભામાં સભ્ય તરીકે શપથ લીધા પછી રાહુલ ગાંધીએ કર્યુ કંઈક એવું કે રક્ષા મંત્રી સહિત ઘણાં અધિકારીઓએ આપ્યા આ સંકેત

WhatsApp પર સમાચાર