નવસારી ST ડેપોમાં 3 મુસાફરો પર ડ્રાઈવરે બસ ચઢાવી દીધી, CCTV ફૂટેજ આવ્યા સામે

નવસારી એસટી ડેપોમાં કાળ બનીને આવેલી એક બસે 3 લોકોના જીવ લઈ લીધા.

જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડેપોના સીસીટીવીમાં જોઈ શકાય છે કે બસ શરૂઆતમાં સ્પીડ પકડી પ્લેટફોર્મ તરફ આગળ વધે છે અને તે સીધી જ પ્લેટફોર્મ પર ઉભા રહેલા લોકો પર ચઢી જાય છે. આ અકસ્માતમાં 2 મહિલા અને એક પુરુષ એમ કુલ 3 વ્યક્તિના પ્લેટફોર્મ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં એસટી બસના ચાલકની ગંભીર બેદરકારી જવાબદાર છે. હાલ તો અકસ્માત સર્જી ડ્રાઈવર અને કંડક્ટર બંને ફરાર છે.

નવસારી એસટી ડેપોમાં થયેલા અકસ્માતમાં અંગે પોલીસે ST ડ્રાઈવર સામે સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. RTO અને FSLની ટીમે તપાસ કરતા બસમાં કોઈ ખામી ન હોવાનો અભિપ્રાય આપ્યો છે. આરોપીને શોધવા માટે નવસારી પોલીસે આરોપીના મૂળવતન એવા અમરેલી પોલીસનો પણ સંપર્ક કર્યો છે.

જુઓ વીડિયો: 

આ પણ વાંચો : મુંબઈ ચોપાટી પરની ક્રિસમસની આ ઉજવણી તમને ખડખડાટ હસાવશે!

 

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પણ અહીં સવાલ એ થાય છે કે આખરે આ પ્રકારની દુર્ઘટનાઓ પાછળ જવાબદાર કોણ? અવારનવાર એસ ટી બસના અકસ્માત અને ડ્રાઈવર-કંટક્ટરના ગમે તેવા વર્તન અંગેની ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે બસ ડ્રાઈવરની ગંભીર ભૂલ તો છે જ પરંતુ સવાલ એ છે કે કેમ ડેપોમાં રેલિંગ કરવામાં નથી આવતી? આવા અકસ્માતો માટે જવાબદાર કોણ? શું ST વિભાગને મુસાફરોની નથી પડી? નથી ડ્રાઈવર-કંટક્ટરને કોઈ ટ્રેઈનિંગ અપાતી કે નથી ડેપો પર રેલિંગ કરાતી.

જવાબદાર કોણ?

ST ડ્રાઈવરની ગંભીર બેદરકારી
કેમ રેલિંગ કરવામાં આવી નથી ?
રેલિંગ ન હોવાને કારણે સર્જાયો અકસ્માત
3 લોકોના મોત, 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસનો ડ્રાઈવર તથા કંડક્ટર ફરાર
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
અકસ્માત માટે જવાબદાર કોણ ?
શું ST વિભાગને મુસાફરોની પડી નથી ?

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

"Abki Baar, Chham Chham BJP Sarkaar" mocks Congress MLA Chhagan Bhujbal- Tv9

FB Comments

Hits: 2909

Comments are closed, but trackbacks and pingbacks are open.