લોકો પાસે નાગરીકતાના પુરાવા માગતા અમદાવાદના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

On cam; AMC assistant commissioner demands proof of citizenship from complainants

ભાઈપુરાના લોકો પાસે નાગરીકતાના પુરાવા માગવા જતાં અમદાવાદના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસ ભંડારી વિવાદમાં સપડાયા છે. જોકે આ મામલે તેમણે ખુલાસો કરવાની સાથે ચીમકી પણ આપી છે કે ઉશ્કેરણી કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે. વિવાદ ત્યારે ઉભો થયો હતો જ્યારે હાલમાં જ હાટકેશ્વર અને ભાઈપુરાના લોકો ખરાબ રસ્તાની રજૂઆત કરવા માટે ઝોનલ કચેરીમાં પહોંચ્યા હતા.

READ  અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છતાં પણ પ્રિમોન્સુનની કામગીરી ત્યાંની ત્યાં જ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં

જ્યાં તેમણે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસ ભંડારીને રજૂઆત કરી હતી. જોકે સ્થાનિકોના મતે તેમની રજૂઆતથી તેજસ ભંડારી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે સમસ્યા સાંભળવાને બદલે લોકો પાસે પુરાવા માગ્યા હતા. પહેલાં એ સાંભળીએ કે તેમણે પુરાવા અંગે શું કહ્યું હતું. વિવાદ થયા બાદ તેજસ ભંડારીએ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે આ કામગીરી માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી જ છે. અને એ કામ થઈ જશે. સાથે જ તેમણે એવી પણ ચીમકી આપી હતી કે કોઈ ઉશ્કેરણી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરતાં તેઓ અચકાશે નહીં.

READ  VIDEO: રાજ્ય પર 'મહા'નો ખતરો, જુઓ 'મહા' વાવાઝોડાનું LIVE લોકેશન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments