સુરતના અડાજણ વિસ્તારમાં બાળકનો થયો ચમત્કારિક બચાવ, બાળક ઉતરે તે પહેલા જ વાનચાલકે ચલાવી દીધી ગાડી, જુઓ VIDEO

સુરતમાં બાળકનો ચમત્કારિક બચાવ થયો. અડાજણ વિસ્તારનો આ બનાવ છે. જેમાં બાળક વૅનમાંથી ઉતરે તે પહેલા જ વૅનચાલકે ગાડી ચલાવી દીધી.

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, સ્કૂલ વૅન આવે છે અને ઉભી રહે છે. ગણતરીના સેકન્ડમાં જ ડ્રાયવર વૅન હંકારી દે છે. વિદ્યાર્થી વૅનમાંથી ઉતર્યો કે નહીં તે ડ્રાઈવરે જોયું પણ નહીં અને વૅન હંકારવા લાગે છે.

READ  સુરત સરકારી શાળાઓના શિક્ષકોના હાલ બેહાલ, બાળકોને ભણાવવા ઉપરાંત આખરે કેમ કરવું પડે છે સ્કૂલમાં સિલાઈ કામ?

જુઓ VIDEO:

પરંતુ થોડે દૂર આગળ જતા વિદ્યાર્થી વૅનમાંથી રોડ પર પટકાય છે. એટલું જ નહીં, આખી વૅન બાળકના શરીર પરથી પસાર થઈ જાય છે. વૅનના બંને ટાયર બાળકને કચડીને આગળ જતી રહે છે. વિદ્યાર્થી વૅન નીચે આવી ગયાનો ડ્રાઈવરને કોઈ ખ્યાલ પણ ન આવ્યો. બેદરકાર ડ્રાઈવર ગાડી હંકારીને ત્યાંથી જતો રહે છે. પરંતુ સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો છે. વિદ્યાર્થીને ફક્ત સામાન્ય ઈજાઓ પહોંચી છે. વિદ્યાર્થી દાંડી રોડ પર આવેલી સંસ્કારકુંજ વિદ્યાપીઠમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.

READ  ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO

[yop_poll id=1074]

Oops, something went wrong.

FB Comments