VIDEO: મહિલા બુટલેગરે સરપંચને માર્યો માર, સરપંચ અને મહિલા બુટલેગર બંને થયા ઈજાગ્રસ્ત

On cam: Sarpanch attacked by woman bootlegger, attacks back in Girsomnath

ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ છે તેનું વધુ એક ઉદાહરણ ગીરસોમનાથ જિલ્લામાં સામે આવ્યું છે. ઉનાના ભીંગરળ ગામે સરપંચ પર મહિલા બુટલેગરે હુમલો કર્યો હતો. આ ગામના સરપંચે SPને દારૂના વેચાણને લઈને ફરિયાદ કરી હતી. ગામમાં દારૂનું વેચાણ થતું હોવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી જતા એરંડાનો તમામ પાક નાશ પામ્યો, જુઓ VIDEO

આ જ વાતની અદાવત રાખીને મહિલા બુટલેગરે સરપંચને માર માર્યો હતો. જેનો VIDEO પણ સામે આવ્યો છે. જો કે, બંન્નેએ એકબીજાને સામસામે માર માર્યો હતો અને બંન્નેએ નવાબંદર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ નોંધાવી છે. મહિલા બુટલેગર અને સરપંચ બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડિંગમાં ભારત બન્યો નંબર 1 દેશ, સૌથી વધુ આ એપ થઈ ડાઉનલોડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments