VIDEO: સુરતમાં દહીં હાંડીના ઉત્સવમાં મટકી ફોડવા ચડેલો એક ગોવિંદા ઊંધે માથે પટકાયો

જન્માષ્ટમીના પર્વ પર ઠેર ઠેર દહીં હાંડીના કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં ગોવિંદાઓ વિશાળ પિરામીડ બનાવી મટકી તોડવા પ્રયત્ન કરે છે. જો કે સુરતમાં એક દહીં હાંડીના ઉત્સવમાં મટકી ફોડવા ચડેલો ગોવિંદા ઉંધે માથે પટકાયો. જેને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ઘટના છે સુરતના વેડ રોડ પર આવેલી પ્રાણનાથ વિસ્તારની કે, જ્યાં જન્માષ્ટમી નિમિત્તે ગોવિંદાઓ પિરામીડ રચી મટકી ફોડવા પ્રયત્ન કરી રહ્યા હતા.

READ  સુરતઃ મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત! બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ જાણો કોના પાર્થિવ દેહને ગન કૅરિજ પર રાખીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે, અરૂણ જેટલીને અપાયું આ સન્માન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે તે દરમિયાન સૌથી ઉપર પહોંચેલા ગોવિંદાએ મટકી ફોડવા જતા પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે સીધો ઊંધે માથે નીચે પટકાયો. ઉપરથી નીચે પડતા ગોવિંદાને ભારે ઈજાઓ પણ પહોંચી. સાથે બંને હાથમાં ફ્રેક્ચર આવ્યું, તો માથામાં પણ ઈજા પહોંચી છે.

READ  જો બંધારણમાં આ ફેરફાર થયો તો 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહી શકે છે વ્લાદિમીર પુતિન

[yop_poll id=”1″]

FB Comments