ચાલુ વીડિયો કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા કલેક્ટર પાસે પહોંચ્યા અને પછી થઇ જોવા જેવી,જુઓ VIDEO

રાજકોટમાં કુબલિયાપરા વિસ્તારના અસરગ્રસ્તોને લઇને કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર કલેક્ટર ઓફિસ રજૂઆત કરવા પહોંચ્યા હતા જો કે જિલ્લા કલેક્ટર વિડીયો કોન્ફરન્સમાં વ્યસ્ત હોવાને કારણે મળી શક્યા ન હતા જેના કારણે બબાલના દ્રશ્યો સર્જાયા હતા.

અશોક ડાંગર ચાલુ વિડીયો કોન્ફરન્સમાં ઘુસી ગયા હતા જે બાદ કલેક્ટર રાહુલ ગુપ્તા રોષે ભરાયા હતા અને તેમણેકોંગ્રેસના નેતાઓને ચેમ્બર બહાર કાઢવા આદેશ કર્યો હતો.

જ્યારે પોલીસે અશોક ડાંગરને પકડીને બહાર લઇ જતા હતા ત્યારે બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.જો કે બાદમાં ડીસીપી કક્ષાના અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ થોડો કષ્ટદાયક રહેશે, કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખ થાય

[yop_poll id=”1001″]

FB Comments