વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે જ ઉર્જા ક્ષેત્રમાં મોટી ડીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ પર હ્યુસ્ટન પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તેમના અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીઓના CEO સાથે રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લીધો.

હ્યુસ્ટનની હોટલ પોસ્ટ ઓકમાં થયેલા આ બેઠકમાં ટેલ્યૂરિયન અને પેટ્રોનેટની સાથે લિક્વિફાઈડ નેચુરલ ગેસ (LNG) માટે એક MOU પર હસ્તાક્ષર કર્યો છે. 5 મિલિયન ટન LNG માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  LIVE: 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું આ દાયકો સૌથી મહત્વપૂર્ણ

ટેલ્યુરિયન અને પેટ્રોનેટે તેના માટે ટ્રાન્ઝેક્શન એગ્રીમેન્ટને માર્ચ 2020 સુધી અંતિમ રૂપ આપવાનો નિર્ણય નિર્ધારિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં, ટેલ્યુરીયને પીએલએલ ડ્રિફ્ટવુડ પ્રોજેક્ટમાં રોકાણની શક્યતાઓને શોધવા માટે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ઇન્ડિયા (પીએલએલ) સાથે એક MOU કરવાની જાહેરાત કરી હતી.

કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમાં પ્રસ્તાવિત LNG ટર્મિનલની સાથે જ પ્રાકૃતિક ગેસ ઉત્પાદન, એકત્રીકરણ અને પરિવહન સુવિધાઓ સામેલ છે. ભારત પહેલા LNG માટે માત્ર કતાર પર નિર્ભર હતું, હવે અમેરિકાની સાથે જ રશિયા અને ઓસ્ટ્રેલિયાથી પણ LNGની આયાત થઈ રહી છે.

READ  ગાંધી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર, બિહાર બાદ આ રાજ્યમાં પાન-મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકા પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન મોદીને તેમના સન્માનમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પણ ભાગ લેવાનો છે. આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 48 રાજ્યોના લોકો સામેલ થઈ રહ્યા છે. કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે.

READ  Vodafoneના ગ્રાહકો માટે ફૂલ ટૉકટાઈમનો નવો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે સુવિધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડાપ્રધાન તેમના પ્રવાસ દરમિયાન 50 કિલોવોટ ક્ષમતાના ગાંધી સોલર પાર્કનું પણ લોકાપર્ણ કરશે. આ પહેલા હ્યુસ્ટન પહોંચેલા વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત થયુ. હ્યુસ્ટનમાં વસતા ભારતીયોએ વડાપ્રધાનના સ્વાગતમાં હાથમાં તિરંગો લઈ હોટલ ઓકની બાહર પહોંચી ગયા હતા.

 

Oops, something went wrong.
FB Comments