અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના પ્રશ્ન પર રાજસ્થાનના શાહી પરિવારે કહ્યું કે અમે ભગવાન રામના વંશજ છીએ

Important order of the Supreme Court

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને પુછ્યુ કે શું ભગવાન રામનું કોઈ વંશજ અયોધ્યા કે દુનિયામાં કોઈ છે? તેની પર વકીલે કહ્યું હતું કે અમને તે વાતની જાણકારી નથી.

આ વાતને લઈને જયપુરની રાજકુમારી અને રાજસમંદના સાંસદ દીયા કુમારીએ દાવો કર્યો છે કે તેમનો પરિવાર ભગવાન રામના પુત્ર કુશના વંશજ છે. તેમને એક ટ્વિટ કરીને કહ્યું હતું કે ભગવાન રામના વંશજ આખી દુનિયામાં છે. અમારો પરિવાર પણ ભગવાન રામના પુત્ર કુશનો વંશજ છે. તેમને કહ્યું કે તેમના પરિવારનો ભગવાન રામના પુત્ર કુશના પરિવાર સાથે સંબંધ છે. તેમને કહ્યું કે જયપુરના પૂર્વ રાજા અને તેમના પતિ ભવાનીસિંહ કુશની 309મી પેઢીના હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પૂર્વ રાજકુમારી દ્વારા આ વાતનો સબૂત પણ આપવામાં આવ્યો છે. તેમને એક પત્રાવલી બતાવી છે. જેમાં ભગવાન રામના વંશજના બધાજ પૂર્વજોના નામ ક્રમથી લખેલા છે. આ પત્રાવલીમાં 289માં વંશજના રૂપમાં સવાઈ જયસિંહ અને 307માં વંશજના રૂપમાં મહારાજા ભવાનીસિંહનું નામ લખેલુ છે.

READ  કયા સુધી ચાલશે 2 બેઠક પરથી ચૂંટણી લડવાનું રાજકારણ? પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે, સુપ્રીમમાં સુનાવણી 10 એપ્રિલે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જયપુરના શાહી પરિવારની પૂર્વ રાજમાતા પદ્મિની દેવીએ કહ્યું કે રામ મંદિર પર ઝડપી સમાધાન થાય. ત્યારે સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે ભગવાન રામના વંશજ ક્યા છે? તેના માટે અમે સામે આવ્યા છે હા અમે તેમના વંશજ છીએ. દસ્તાવેજ સિટી પેલેસના પોથીખાનામાં છે. અમે નથી ઈચ્છતા કે વંશજનો મુદ્દો કોઈ રૂકાવટ પેદા કરે. ભગવાન રામ બધાની આસ્થાનું પ્રતીક છે.

READ  અમદાવાદ એપલ હોસ્પિટલનું BU પરમિશન રદ કરવામાં આવ્યું

[yop_poll id=”1″]

 

Surat: Cops being trained as New Motor Vehicles act to come into force from tomorrow | Tv9News

FB Comments