આ દિવસે ગાંગુલી બેટ લઈને યુવરાજ પાછળ દોડ્યા હતાઃ યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-3

યુવરાજ સિંહ અને નેહરા પાછળ બેટ લઈને સૌરભ ગાંગુલી દોડ્યા હતા

યુવરાજ સિંહ ટીમમાં હોય અને તે કોઈ સરારત ન કરે તેવું શક્ય જ નથી. આમ તો સૌરવ ગાંગુલી ઘણા બોલ્ડ કેપ્ટન માનવામાં આવે છે. તેમ છતાં યુવીની બદમાસીથી તે પણ બચી શક્યા નથી. એક દિવસ યુવરાજ સિંહ અને આશિષ નેહરાએ ગાંગુલીને કહી દીધુ તે તે બંને ગાંગુલીની કેપ્ટનશીપમાં રમવા માગતા નથી. કારણ કે, ગાંગુલીએ યુવી અને આશિષ વિશે મીડિયામાં કેટલીક ટિપ્પણી કરી હતી. ત્યારે યુવરાજ અને નેહરાની વાત સાંભળીને ગાંગુલી સ્તબ્ધ થઈ ગયા અને શું કરવું તેની મુંજવણમાં મૂકાઈ ગયા હતા. થોડીવારમાં ગાંગુલી ગંભીર બની ગયા અને કેપ્ટનશીપ છોડવાની ઓફર કરી દીધી હતી. આવી રીતે યુવરાજના મજાકથી વાતાવરણ ઘનઘોર બની ગયું હતું. પણ દ્રવિડને જ્યારે લાગ્યું કે હવે વાત વધારે લાંબી થઈ રહી છે તે તેણે ગાગુલીને કહ્યું કે, આ માત્ર એક મજાક છે અને બધુ પહેલાથી પ્લાન કરવામાં આવ્યું હતું. ગંભીર બનેલા ગાંગુલીએ પાસે પડેલુ બેટ ઉપાડ્યું અને નેહરા-યુવરાજની પાછળ દોડ્યા હતા.

READ  BIG BREAKING: ભારતને 2 વિશ્વ કપ જીતાડનારા યુવરાજ સિંહે ક્રિકેટને કરી દીધું અલવિદા

મિત્રોને મળવા માટે માત્ર 30 મિનિટ

જો તમારે હોસ્પિટલમાં કોઈ દર્દીની મુલાકાત લેવી હોઈ તો થોડી મિનિટનો જ સમય આપવામાં આવે છે. એવી જ રીતે જેલમાં પણ કેદીને મળવાનો નિશ્ચિત સમય હોય છે. ત્યારે યુવરાજના જિવનમાં પણ આવી ગણતરીની મિનિટો રાખવામાં આવી હતી. પિતા યોગરાજે યુવીને તેના મિત્રોને મળવા માટે માત્ર 30 મિનિટનો સમય ફાળવ્યો હતો. કારણ કે યુવરાજના પિતા સખત સ્વભાવના હતા અને યુવરાજ ક્રિકેટ પર ધ્યાન આપે તેવું ચાહતા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સિમેન્ટની વિકેટ પર બેટિંગ

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મળેલા 21 લાખ રૂપિયાનું યુવીએ શું કર્યું?: યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-2

યુવીને તેના પિતા સિમેન્ટની વિકેટ પર કલાકો સુધી બેટિંગ કરાવતા હતા. જેના કારણે યુવરાજ સિંહ પાસે બોલને રમવાનો લાંબો સમય રહેતો હતો. ડીએવી સ્કૂલ ચંદીગઢમાં અભ્યાસ કરતા યુવરાજ સિંહને રોજ શાળા સિવાય કલાકો સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરવી પડતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ક્રિકેટમાંથી નિવૃતી બાદ યુવરાજસિંહનો મોટો ખુલાસો, વિચાર્યુ ન હતું કે ટીમમાંથી ડ્રોપ થઈ જઈશ

યુવરાજે નાનપણમાં ફિલ્મોમાં કરેલી એક્ટિંગ વિશે તમે જાણો છો.

આ વાત વિશે તો સૌ કોઈ જાણે છે કે યુવરાજના પિતા એક ક્રિકેટર હતા અને તેમની માતા પંજાબી ફિલ્મમાં જાણીતા એક્ટર હતા. પરંતુ આ વાત તો ભાગ્યે જ કોઈ જાણતું હશે કે નાનપણમાં યુવરાજ સિંહે પંજાબી ફિલ્મમાં બાળકલાકાર તરીકે એક્ટિંગ પણ કરી છે. પોતાની એક્ટિંગ વિશે યુવરાજે કહ્યું કે, તેમને અભિનય કરવો પસંદ છે પણ તેઓ સારા કલાકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રેગિંગ માસ્ટર યુવરાજ સિંહ

યુવરાજ સિંહે વર્ષ 2000માં ઈન્ડીયાની વન-ડે ટીમમાં ડેબ્યુ કર્યું હતું. અને યુવરાજની ટીમમાં એન્ટ્રી થયા બાદ પછી જે કોઈ નવા ખેલાડી આવ્યા તે યુવીની મજાકનો શિકાર બન્યા જ છે. વિરાટ કોહલી પણ યુવરાજની મજાકથી બચી શક્યો નથી. આજે વિરાટ કોહલીની કેપ્ટનશીપ અને વર્લ્ડકપમાં સારા પ્રદર્શનની વાહ-વાહ થઈ રહી છે. પરંતુ જ્યારે વિરાટ કોહલી પોતાની પહેલી મેચમાં બેટિંગ કરવા જઈ રહ્યો હતો ત્યારે હરભજન સિંહ અને યુવરાજે આવી મજાક કરી હતી. આ મજાકમાં યુવી અને હરભજને સચિનને પણ જોડી દીધો હતો. પોતાની પહેલી બેટિંગના કારણે વિરાટ કોહલીમાંથી ગંભીર બની ગયો હતો. જેને જોઈને યુવરાજ અને હરભજને કહ્યું કે, જો તે ક્રિકેટના ભગવાન સચિનને પગે લાગીને જશે તો તે સારું પ્રદર્શન કરી શકશે. વિરાટને વિશ્વાસ અપાવવા માટે યુવીએ એવુ પણ કહ્યું કે, નવો ખેલાડી સચિનને પગે લાગ્યા બાદ જ મેદાન પર ઉતરે છે. આ વાતો સાંભળીને કોહલી સચિનને પગે લાગવા ગયો અને પછી જ પોતાની બેટિંગ શરૂ કરી હતી. બેટિંગ કરીને જ્યારે કોહલી પરત આવ્યો તો સચિને કહ્યું કે આ માત્ર એક મજાક હતી.

FB Comments