ભરુચમાં ભૂલથી પણ આ કીટલી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિકા કરી શકાતી નથી, જાણો કેમ આવું છે અને કોણ છે આ કીટલીના માલિક?

નરેન્દ્ર મોદી પોતાને એક ચાવાળા તરીકે પણ ઓળખાવે છે. ભરૂચમાં એક એવો ચાવાળો છે જેમને મોદીને પોતાના ભગવાન તરીકેનો દરજ્જો આપી દીધો છે.

ભરૂચના પંકજ પટેલે પોતાના ટી સ્ટોલમાં ચારેતરફ પીએમ નરેન્દ્ર મોદીની તસવીરો લગાવી ચા પીવા આવનાર દરેક ગ્રાહકને મોદી દ્વારા જાહેર યોજનાઓ સમજાવા લાગે છે. રાજકરણ સાથે કોઈ લેવાદેવા ના રાખનાર પંકજ આ કામ મોદી ભક્તિને તાબે થઇ કરે છે.
આ સ્થળને ચારે તરફ નરેન્દ્ર  મોદીની તસવીરો જોતા પ્રથમ દ્રષ્ટિએ ભાજપનું કાર્યાલય હોય તેમ લાગે પણ સ્થળને ભાજપ કે રાજકારણ સાથે કોઈ જ લેવાદેવા નથી. આ સ્થળ છે મોદી ભક્ત પંકજ પટેલનો ટી સ્ટોલ. પંકજ પટેલ નરેન્દ્ર મોદીથી એ હદે પ્રભાવીતેછે કે આખા ટી સ્ટોલમાં નરેન્દ્ર મોદીની અલગ અલગ મુદ્રાની તસવીરો લગાવી છે, પંકજ માત્ર આટલેથી નથી અટકતા પરંતુ તેમણે ત્યાં ચા પીવા આવતા લોકોને મોદી દ્વારા જાહેર યોજનાઓ સમજાવે છે.
મોદી ભક્ત ચાવાળા પંકજ પટેલ અનુસાર તે કોઈ રાજકારણી નથી છતાં તે તેમના ટી સ્ટોલ ઉપર ચા પીવા આવનારને મોદીની યોજનાઓ સમજાવે છે . તેમની સમજણથી લોકો યોજનાઓનો લાભ લે ત્યારે તેમણે ખુબ આનંદ થાય છે
પંકજભાઈના નિયમિત  ગ્રાહકોમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનો પણ સમાવેશ થાય છે. પંકજ પટેલના ટી સ્ટોલ ઉપર ચા પીવા માટે એક અનોખી શરત રાખવામાં આવી છે. આ ટી સ્ટોલમાં મોદી વિરોધી વાત કરવાની મનાઈ છે. મોદી વિરોધી વાત કરનારને આ મોદી ભક્ત તગેડી મુક્તા ખચકાતો નથી. ગ્રાહકો અનુસાર મોદી ભક્ત પંકજ પટેલ આખો દિવસ માત્ર નરેન્દ્ર મોદીની જ વાતો કરે છે.

દુષ્યંત પટેલ અનુસાર તેઓનો નિત્યક્રમ છે કે ઘરેથી નીકળતા તેઓ અહીં અડધો કપ ચા પીઈને કામે લાગેછે પંકજના મુખે કાયમ મોદીની વાતો હોય છે. મજાની વાત છે કે કોઈ મોદી વિરુદ્ધ વાત કરે તો એ સાંભળી શકતા નથી અને તાડુકી પડે છે.  પંકજભાઈના ગ્રાહક ઉમેશ પટેલ અનુસાર પંકજ પટેલના મોઢે કાયમ મોદી સાહેબના વખાણ સાંભળું છે એમની દુકાનમાં ચારે તરફ મોદીના ફોટા છે અને તે આખો દિવસ મોદીજીની જ વાત કરે છે.

READ  VIDEO: નેશનલ હાઈવે પર અજીબોગરીબ ઘટના, ઈંડા માટે મચી ગઈ લૂંટ!
પંકજ પટેલ અનોખી મોદીભક્તિ માટે જાણીતા છે જે રાજકારણનો હિસ્સો ન હોવા છતાં મોદીના ભક્ત તરીકે મોદીની યોજનાઓનો પ્રચાર કરી અનેક લોકોને તેના લાભાર્થી બનાવ્યા છે. પંકજભાઈની ચાની કિટલી પર ચા પીવા જવાની શરત એટલી જ છે કે મોદી વિરોધના કોઈપણ વેણને તેઓ સહન કરી લેતા નથી અને જો કોઈ આવું કરે તો પંકજભાઈ તેની પર તાડુકી ઉઠે છે.

Top News Stories From Gujarat: 18/2/2020| TV9News

FB Comments