એક સમયે PM મોદીએ તલાટીકાકાને કહ્યું હતું કે વિશ્વાસ રાખો, રામમંદિર બનશે!

કિંજલ મિશ્રા| અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે ભાજપ અને તેની ભગિની સંસ્થાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. રામ મંદિર અયોધ્યામાં જ બને તે માટે અનેક ગુજરાત ભાજપના કાર્યકરોએ આકરી બાધાઓ રાખી હતી. તેવા જ એક કાર્યકર એટલે પેન્ટર રમેશ તલાટી. રમેશ તલાટીએ પોતાના જીવન 20 વર્ષે સુધી મોન ધારણ કર્યું હતું. આખરે તેમના મૃત્યુના 9 વર્ષે બાદ રામ મંદિર માટે તેમને રાખેલી બાધા એ પૂર્ણ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે ભાજપ અને સંઘની અનેક ભગિની સંસ્થાઓએ વર્ષોથી લડાઈ લડી. આખરે હવે દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા અયોધ્યામાં જ રામ મંદિર બનવાનો નિર્ણય આપી દીધો. ત્યારે ભાજપ સાથે જોડાયેલા અનેક જુના કાર્યકરોની રામ મંદિર માટે રાખવામાં આવેલી બાધા ફળી છે. ભાજપના તે સમયના કાર્યકરોમાં રામ મંદિર માટે એટલો તે પ્રેમ હતો કે પોતાના જીવનના 20 વર્ષ મોન ધારણ કરવાની આકરી બાધાઓ કાર્યકરોએ રાખી હતી.

READ  Gir-Somnath: No change in obese kids health 1 year after operation - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એવા જ એક કાર્યકર એટલે પેન્ટર રમેશ તલાટી. ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પેન્ટર રમેશ તલાટીએ વર્ષો સુધી પોતાની સેવા આપી હતી. વર્ષ 1990માં જયારે સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા નીકળેલી હતી ત્યારે ભાજપના આ પેન્ટર કાર્યકર રમેશ તલાટીએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે એક બાધા લીધી હતી. ભાજપના આ કાર્યકરે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર ન બને ત્યાં સુધી મોન ધારણ કરીશ તે પ્રકારની કઠોર બાધા લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1990માં લીધેલી પેન્ટર રમેશ તલાટીની બાધા એ હવે તેમના મૃત્યુના 9 વર્ષે બાદપૂર્ણ થઈ છે. રમેશ તલાટીએ પોતાના જીવના 20 વર્ષે મોન ધારણ કરી રામ મંદિર માટે આકરી બાધા રાખી હતી. પેન્ટર રમેશ તલાટી એ વર્ષે 2010માં દેવ થયા અને તેમના દેવ થયાના 9 વર્ષે બાદ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો નિર્ણયએ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવ્યો છે.

READ  7 હજાર વર્ષ પછી મળી ગયા ભગવાન રામના વંશજ, અમદાવાદથી 676 કિલોમીટર દુર શાહી રીતે રહે છે પુરો પરિવાર, રામમંદિર વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં જલ્દી જ પોતાની વાત મુકશે
પેઈન્ટરકાકા

રમેશ તલાટીએ પેન્ટર હતા. તે સમયે દીવાલ પર વોલ પેન્ટીંગ દ્વારા સૂત્રો લખવામાં આવતા હતા. પેન્ટર રમેશ તલાટી પણ ગર્વ સે કહો હમ હિન્દૂ હે અને જય શ્રી રામના સૂત્રોએ વર્ષે 1990ની યાત્રા દરમ્યાન અમદાવાદ શહેરની દીવાલો પર લખી ભાજપનો પ્રચાર પ્રસાર કરતા હતા. આજે ચુકાદાની સાથે ભાજપ કાર્યાલય પર રમેશ તલાટીને યાદ કરવામાં આવ્યા હતા. તેમના કઠોર વ્રત અંગે પણ ચર્ચાઓ ચાલી હતી.

આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે પેઈન્ટીંગ કરતાં,ભાજપનાં સૂત્રો, સ્લોગનને દિવાલો પર ચીતરવાનું કામ તેઓ કરતાં. બેનરો બનાવતાં અને લગભગ ભૂખ્યાં વધુ રહેતાં. સતત વિચાર અને બીડી તેમનો ખોરાક. હમેશાં સફેદ ઝભ્ભો-લેંઘાે પહેરે અને એકદમ દુબળાં એવાં લાગણીશીલ વ્યક્તિને બધાં “તલાટીકાકા “કહીને બોલાવતાં હતાં.

તેમણે  ‘જયાં સુધી રામમંદીર નહીં બને ત્યાં સુધી હું બોલીશ નહીં. ‘ નહીં બોલવાની એટલે કે  મૌન રહેવાની બાધા લીધી હતી.તે સમયે નરેન્દ્રભાઈ મોદી પ્રદેશ મહામંત્રી હતાં અને તેમની સાથે ઘણીવાર વાતો કરતાં અને રામમંદીર ક્યારે બનશે? તેવું પૂછતાં હતાં. નરેન્દ્રભાઈ કહેતાં કે “વિશ્વાસ અને શ્રધ્ધા રાખો તલાટીજી…રામમંદીર બનશે.” તેમનું તા. 11 જૂન, 2010નાં રોજ દુ:ખદ અવસાન થયું.  આજે તે દેહસ્વરુપે નથી પરંતુ તેઓ તેમની રામ પ્રત્યેની શ્રધ્ધાં-આસ્થાની બાધા સ્વરુપે જીવે છે. આજે રામજન્મભૂમિનો ચુકાદા પછી આજે નરેન્દ્રભાઈ સાથેનો તલાટીકાકાનો જૂનો ફોટો કહી રહ્યો છે કે મેં કહ્યું હતું ને કે શ્રધ્ધા રાખો, વિશ્વાસ રાખો,  તલાટીકાકા હવે રામમંદીર બનશે.

READ  Gujarat Fatafat :18-05-2016 - Tv9 Gujarati

આજે જયારે રામમંદીર નિર્માણ માટેનો સુપ્રિમકોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે તેમને મારી હ્રદયપૂર્વક અશ્રુભરી, શ્રધ્ધાંજલિ. છેલ્લાં 5 દશકમાં રામમંદીર માટે અનેક લોકોએ પોતાનું બલિદાન આપ્યું હશે. અનેક તપસ્વી લોકોએ સંઘર્ષ કર્યો છે.  1989 થી 1998 દરમિયાન ભાજપ સાથે સંકળાયેલ તમામ લોકો રમેશ તલાટીને ઓળખતા હતા. ત્યારે તે રામમંદીર બને તે માટે એક ભેખધારી, ભાજપના સામાન્ય કાર્યકર્તાની ‘અસામાન્ય બાધા’આજે બધાએ યાદ કરી છે.

 

Oops, something went wrong.
FB Comments