ગુજરાતના બહુચર્ચિત લોકરક્ષક દળ પેપર લીક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

LRD exam paper leaked case

LRD exam paper leaked case

રાજ્યના બહુચર્ચિત એલઆરડી પેપર લીક કેસમાં ઝડપાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેના 10 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છેજો કે આરોપીના રિમાન્ડ માગતી અરજીમાં પોલીસની બેદરકારી છતી થતાં પોલીસને કફોડી સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો.

વાત એમ છે કે આ કેસમાં પોલીસ દ્વારા સુરેશ પંડ્યા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છેપોલીસ તેના રિમાન્ડ માટે પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો પરંતુ આરોપી સુરેશ પંડ્યાનું નામ કેસમાં કેવી રીતે આવ્યું તેનો ઉલ્લેખ રિમાન્ડ અરજીમાં કરવામાં આવ્યો નથીઆ મામલે આરોપી પક્ષના વકીલે વાંધો ઉઠાવ્યોતેના કારણે મેજિસ્ટ્રેટ દ્વારા નિવેદન મંગાવવામાં આવ્યુંપોલીસે જણાવ્યું કે આરોપી ઇન્દ્રવદનની પૂછપરછમાં સુરેશ પંડ્યાનું નામ ખુલ્યું હતું પરંતુ આ અધૂરી રિમાન્ડ અરજીના કારણે કોર્ટની પ્રક્રિયા અટકી પડીપોલીસ મથકેથી નિવેદન સહિતના દસ્તાવેજો મગાવવામાં આવ્યાઆખરે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાજો કે આ સમગ્ર કાર્યવાહી ચર્ચાસ્પદ બની હતી.

LRD paper leak case accused
પેપરલીક કેસનો આરોપી સુરેશ પંડ્યા

મહત્વનું છે કે એલઆરડી પેપર લીક કાંડ મુદ્દે આરોપીઓની પૂછપરછમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે..આરોપી સુરેશ પંડ્યાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સુરેશ પંડ્યા દિલ્હીની ગેંગનો સભ્ય મોનુના હરિયાણા સ્થિત નિવાસસ્થાને ગયો હતો અને મીટિંગ કરી હતી. અજય પટેલ અને અશ્વિન પરમાર સાથે પણ હોટેલમાં મિટિંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે પરીક્ષાર્થીઓને ભાડાની કારમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. સુરેશ પંડ્યાએ તેનો મોબાઈલ ફોન મોડાસા ટીંટોઇ રોડ પર ફેંકી દીધો હોવાનું જણાવ્યું છેજો કે પોલીસને શંકા છે કે સુરેશ પંડ્યા ખોટું બોલી રહ્યો છે.

રિમાન્ડ દરમિયાન કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે સુરેશ પંડ્યાને દિલ્હી લઈ જવામાં આવશે. સાથેજ મનુ નામના મુખ્ય સૂત્રધારનું હરિયાણા સ્થિત ઘર જ્યાં સુરેશે મિટિંગ કરી હતી ત્યાં પણ લઈ જવામાં આવશે.

પોલીસ અત્યારસુધી પેપર લીક કૌભાંડમાં 14 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે અને હજુ વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.

[yop_poll id=273]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad serial bomb blast case: Gujarat HC to hear the matter on July 9| TV9News

FB Comments

yunus.gazi

Read Previous

એક્શનમાં કમલનાથ! CM બનવાના કલાકોમાં જ યુવાનો માટે લીધો મહત્ત્વનો નિર્ણય!

Read Next

અનામત અને શહીદ પરિવારોને ન્યાય અપાવવા SPG દ્વારા કાઢવામાં આવી પાટીદાર ન્યાયયાત્રા

WhatsApp પર સમાચાર