અમેરિકામાં રહેતા આ ગુજરાતી સાથે જે થયું, ભગવાન કરે તેવું કોઈની સાથે ન થાય

અમેરિકામાં ગુજરાતી પર હુમલા કરી તેમની હત્યા કરવાની ઘટનાઓ સમયાંતરે બનતી જ રહી છે. આવી જ વધુ એક ઘટના ઘટી છે કે જેમાં એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ.

મલતી માહિતી મુજબ આ ઘટના અમેરિકા વર્જિન આયલૅંડમાં ઘટી. વડોદરાના મૂળ રહેવાસી કૈલાશ બનાની (49) જ્વૅલરી સ્ટોરના સંચાલક હતાં. વડોદરામાં આર. વી. દેસાઈ રોડ વિસ્તારમાં રહેતા કૈલાશ બનાની છેલ્લા 25 વર્ષતી અમેરિકામાં સ્થાયી થયા હતાં.

READ  દેશી દુલ્હનો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર NRI દુલ્હાઓની હવે ખેર નહીં, જો લગ્નની નોંધણી નહીં કરાવવામાં આવશે, તો હાથ ધોવા પડશે પાસપોર્ટ અને પ્રોપર્ટીથી

અમેરિકાના વર્જિન આયલૅંડમાં પેનાસ જ્વૅલરી સ્ટોર ચલાવતા કૈલાશ શુક્રવારે પોતાનો સ્ટોર બંધ કરી પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતાં. આ જ દરમિયાન એક ટ્રાફિક સિગ્નલ પર તેમની કાર અને અન્ય એક કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો. ત્યાર બાદ બોલાચાલી થઈ અને અજાણ્યા કારચાલકે કૈલાશ બનાની પર એકથી વધુ ફાયરિંગ કરી દિધું.

ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ કૈલાશ ઘટના સ્થળે જ ઢળી પડ્યાં. લોકોએ તેમને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડ્યાં કે જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

READ  અમેરિકાએ GSPનો દરજ્જો છીનવી લીધો હતો, ભારતે હવે લીધુ આ પગલું
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કૈલાશ બનાનીના એક મિત્રના જણાવ્યા અનનુસાર કૈલાશ ગત નવરાત્રિમાં વડોદરા આવ્યા હતાં. કૈલાશે વડોદરાની શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને છેલ્લા 25 વર્ષોથી અમેરિકામાં રહેતા હતાં. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે.

[yop_poll id=490]

READ  Bhakti : Dattatreya Mahima by Rangbal Jagdishanandji

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

65,40,000 families to get free grains, assures Jayesh Radadiya| TV9News

FB Comments