ભારતના આ ક્રિકેટરે 12 વર્ષ પહેલા જ સૌરવ ગાંગૂલી માટે કરી હતી 2 ભવિષ્યવાણી, એક સાચી સાબિત થઈ અને બીજી પણ થશે!

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટસમેન વિરેન્દ્ર સહેવાગ તેમની ટિપ્પણીઓને લઈ ચર્ચામાં રહે છે. તે તેમના ટ્વીટ અને કોલમના માધ્યમથી તેમના વિચાર રાખે છે. હવે સહેવાગે ખુલાસો કર્યો છે કે તેમને 2007માં જ ભવિષ્યવાણી કરી હતી કે સૌરવ ગાંગૂલી એક દિવસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ બનશે.

ત્યારે સહેવાગે કહ્યું કે તેમને બીજી એક ભવિષ્યવાણી પણ કરી હતી કે ગાંગૂલી એક દિવસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ બનશે. ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગૂલીને નવા BCCIના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સહેવાગ કહ્યું કે હવે તે તેમની બીજી ભવિષ્યવાણી સાચી સાબિત થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે વાસ્તવમાં જ્યારે મે પહેલી વખત દાદાને બોર્ડના અધ્યક્ષ બનવા માટે સમાચાર સાંભળ્યા તો મને 2007નો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ યાદ આવી ગયો. સહેવાગે 12 વર્ષ જૂની ભવિષ્યવાણી યાદી કરીને લખ્યું કે કેપટાઉન ટેસ્ટ ચાલી રહી હતી. તે ટેસ્ટમાં હું અને વસીમ જાફર ઝડપી આઉટ થઈ ગયા હતા, સચિન તેંડુલકરને 4 નંબર પર બેટિંગ કરવાની હતી પણ તે ના ઉતર્યા. ગાંગૂલીને બેટિંગ કરવા માટે કહેવામાં આવ્યું.

READ  તહેવારોમાં ભેટ આપવાની તૈયારીમાં RBI, ફરી ઓછા થશે તમારા EMI?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

41 વર્ષીય સહેવાગે લખ્યું કે તે દિવસે અમે બધા જ ડ્રેસિંગ રૂમમાં સહમત હતા કે જો અમારામાંથી કોઈ BCCI અધ્યક્ષ બની શકે છે તો તે છે સૌરવ ગાંગૂલી. મેં કહ્યું કે તે બંગાળના મુખ્યમંત્રી પણ બની શકે છે. મારી ભવિષ્યવાણીમાંથી એક સાચી સાબિત થઈ, હવે બીજી ભવિષ્યવાણીની રાહ જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીએ 23 ઓક્ટોબરે BCCIના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. તે જુલાઈ 2020 સુધી આ પદ પર કાર્યરત રહેશે.

READ  ન્યૂઝીલેન્ડની સામે ભારતે જીતી ચોથી ટી-20 મેચ, સુપર ઓવરમાં બોલાવ્યો સપાટ્ટો

 

Top 9 Gujarat News Of The Day :26-02-2020 | Tv9GujaratiNews

FB Comments