દેવામાં ડૂબેલા ખેડૂતનું ડૂંગળીએ બદલી દીધુ નસીબ, રાતોરાત બની ગયો કરોડપતિ

onion made a farmer a millionaire deva ma dubela khedut nu dungali e badli didhu nasib ratorat bani gayo crorepati

ડૂંગળીના વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી દીધી છે. ઘરમાં રસોઈ જ નહીં પણ ડૂંગળી હોટલમાંથી પણ ગાયબ થઈ રહી છે. જ્યારે એક તરફ લોકોના ખિસ્સા ઢીલા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ડૂંગળીને લઈ એક વ્યક્તિ રાતો રાત કરોડપતિ થઈ ગયો છે.

onion made a farmer a millionaire deva ma dubela khedut nu dungali e badli didhu nasib ratorat bani gayo crorepati

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના રહેવાસી મલ્લિકાર્જૂને 15 લાખની લોન લઈ ડૂંગળીની ખેતી કરી. તે 2004થી ડૂંગળીનો પાક લઈ રહ્યા છે અને ગયા વર્ષ તેમને 5 લાખ રૂપિયાનો નફો થયો હતો. આ વખતે પણ તેમને 5-10 લાખ રૂપિયાનો નફો થવાની અપેક્ષા હતી પણ તેમને ખબર નહતી કે તેમનું નસીબ બદલાઈ જશે અને તે કરોડપતિ બની જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાણીમાં એમ્બ્યુલન્સને નાના બાળકે રસ્તો બતાવ્યો, લોકોએ કર્યા ભારોભાર વખાણ

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડૂંગળીનો ભાવ ઓછો હતો, જેના કારણે મલ્લિકાર્જૂન ખુબ ચિંતામાં હતા. ત્યારે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ડૂંગળીના ભાવ 7 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. તેના થોડા સમય પછી જ ડૂંગળીના ભાવ 12 હજાર પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. ત્યારે મલ્લિકાર્જૂને 240 ટન ડૂંગળી (લગભગ 20 ટ્રક)નો પાક ઉગાડ્યો, જેમાંથી તેમને ખુબ નફો થયો.

READ  CBSEએ ધો.10 અને 12ની પરીક્ષા પેટર્નમાં કર્યો ફેરફાર, વર્ષ 2019-20 થશે લાગુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મલ્લિકાર્જૂન ખેતીના ક્ષેત્રમાં એક સેલિબ્રેટી બની ગયા છે. તમામ ખેડૂતો તેમને પોતાના આદર્શ માનવા લાગ્યા છે. મલ્લિકાર્જૂને કહ્યું કે મેં મારૂ દેવું ચૂકવી દીધું છે. હવે હું એક ઘર બનાવવાની યોજના બનાવી રહ્યું છું. તેની સાથે જ ખેતીના વિસ્તાર માટે વધુ જમીન ખરીદવાની ઈચ્છા છે.

READ  દૂનિયાની સૌથી મોંઘી કાર: 132 કરોડ રુપિયા ચૂકવી દીધા પછી કંપની 2.5 વર્ષ પછી કાર ઘરે મોકલાવશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top 9 News From Gujarat: 23/2/2020| TV9News

FB Comments