બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો યથાવત્, આ શહેરોમાં હજુ પણ મળે છે 100 રૂપિયા કિલો ‘કસ્તુરી’

onion-price-rise-in-markets-remains-unchanged-these-cities-still-get-100-rupees-kg-of-onion

એક તરફ દાવો થઇ રહ્યો છે કે, ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. કારણ કે, હવે ધીરે ધીરે ડુંગળીની આવક થઈ રહી છે. તો બીજી તરફ બજારોમાં તો ડુંગળીના ભાવમાં વધારો તો યથાવત્ જ છે. વાત કરીએ મુંબઇની તો, અહીંના બજારોમાં ડુંગળી 80-85 રૂપિયાથી લઇ 90-95 રૂપિયે કિલો વેચાઇ રહી છે.

READ  Amreli : Lioness fell in 25 ft deep well, rescued by locallites

Image result for onion

આ પણ વાંચોઃ 2020માં 4 ચંદ્ર અને 2 સૂર્ય ગ્રહણ, જાણો PM મોદી, અમિત શાહ સહિત દેશની સ્થિતિમાં શું થશે મોટા ફેરફાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મોટી અને ઉચ્ચ કક્ષાની ડુંગળીનો ભાવ 90થી 95 રૂપિયા પ્રતિકિલો વેચાઇ રહી છે. તો નાની ડુંગળીનો ભાવ 80થી 85 રૂપિયે પ્રતિકિલો છે. મુંબઈના વેપારીઓની વાત માનીએ તો, ડુંગળીનો ભાવ હાલ નહીં ઘટે. જો કે, છેલ્લા બેથી ત્રણ મહિના બાદ હવે ડુંગળીના ગ્રાહકો વધી રહ્યા છે. તેથી હવે આગામી સમયે ભાવ ઘટી શકે છે.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments