ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલાં 5 લોકોના 2.66 લાખ રુપિયા સાબરકાંઠા સાયબર સેલ પોલીસે પરત અપાવ્યા

એક તરફ દેશ હવે દુનિયાની સાથે ડીજીટલ બનીને આગળ વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ કેટલાક લોકો પણ પોતાના મહત્વના નંબરો અને OTPને લોકો સાથે શેર કરીને મુશ્કેલીઓને વ્હોરતા હોય છે.

આવી જ રીતે સાબરકાંઠાના પાંચ જેટલા લોકોને પણ બેંક અધિકારીની ઓળખ આપી તેમના શિકાર બનાવ્યા હતા. તેમની પાસે થી એટીએમના સીવીવી નંબર અને ફોન પર આવેલા OTP મેળવીને બેંકના એકાઉન્ટમાંથી ઓનલાઇન ટ્રાન્જેક્શન થી પૈસા સેરવી લીધા હતા. જોકે આ બાબતે સાયબર સેલ પોલીસ  દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી 5 લોકોના રુપિયા 2.66 લાખ પરત મેળવી લેવામાં આવ્યા છે. બીજી તરફ ગયેલા પૈસા પરત મળવાને લઇને હવે ભોગ બનનારને પણ રાહત થઇ છે કે પોતાની રકમ પરત મળી છે.

ભોગ બનનાર નિવૃત્ત શિક્ષક અવિનાશ પંડીતે જણાવ્યું કે મને આવો ફોન આવ્યો હતો કે બેંકમાંથી બોલુ છુ અને જેમણે એ.ટી.એમ બાબતે વિગત માંગીને OTP નંબર માંગતા મે તેમને આપેલ અને પછી ખબર પડી કે પૈસા ખાતામાંથી ઉપડી ગયા હતા, પણ હવે પૈસા પરત મળતા રાહત મળી છે. ઓનલાઇન છેતરપીંડી કરનારા દેશના જુદા જુદા વિસ્તારોમાં રહીને બેંકના અધિકારી તરીકે ઓળખ આપીને લોકોને પોતાની વાતોથી વિશ્વાસમાં લઇને એ.ટી.એમ ધારકની વિગતો મેળવતા હોય છે અને ત્યારબાદ OTP ત્વરીત મોકલીને તે પણ વાતો થી મેળવી લેતા હોય છે અને બાદમાં ઓનલાઇન ટ્રાન્જેકશન દ્રારા પૈસા બેંકના ખાતામાંથી ઉપાડી લેતા હોય છે. આવી જ રીતે સાયબર ક્રાઇમને પણ ફરિયાદો મળતા તેમને તપાસ હાથ ધરતા જુદા જુદા વોલેટ એકાઉન્ટમાં જમા થયેલી રકમની કાર્યવાહી હાથ ધરતા આશરે 2.66 લાખ રુપિયાની માતબર રકમ સાયબર ક્રાઈમ દ્રારા પરત અપાવવામાં સફળતા મળી છે. એક મહિનાથી તપાસ હાથ ધરવા દરમ્યાન સાયબર ક્રાઇમની ટીમને આખરે તમામ રકમ પરત મેળવવામાં સફળતા મળતા હવે આરોપીઓ કોણ હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયબર સેલ,સાબરકાંઠાના ઇન્ચાર્જ સંજય પરમારે જણાવ્યું કે આ અંગે તપાસ હાથ ધરતા અને વોલેટ અને બેંકના ખાતાને સ્ટોપ કરીને કાર્યવાહી હાથ ધરતા આ પૈસા પરત મેળવ્યા છે, ફોનથી કોલર દ્રારા એટીએમની વિગતો જાણી લઇને ઓનલાઇન છેતરપિંડી આચરતા હોય છે અને આ બાબતે લોકોને સાવચેત રહેવાની માહિતી આપવા અનેક માધ્યમોથી જાગૃત કરવા છતાં પણ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે.

FB Comments

Avnish Goswami

Read Previous

‘દિલ તો હેપી હૈ જી’ સીરીયલના સેટ પર સ્ટાર્સે અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી

Read Next

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠની ભૂલના કારણે 1 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા નહીં આપી શકે, આચાર્ય અને ક્લાર્ક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

WhatsApp chat