કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવ્યો… ફીના નામે વસૂલવા માગે છે રૂપિયા

કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવી રાખ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાને લઇને નવુ સંકટ આવ્યું છે. પાકિસ્તાન કરતારપુર જનારા પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે લગભગ 1450 રૂપિયાની ફી લેવાને લઇને મક્કમ છે. જેના કારણે હજુ સુધી અહીં જનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. આ જ સંબંધે ભારતના વિદેશ મંત્રાલયની એક બેઠક થઇ.

READ  રાફેલ વિવાદ : રાહુલ ગાંધીએ દુનિયા સામે રજુ કર્યો એક E-mail, જેને કહી રહ્યા છે સૌથી મહત્વનો પુરાવો

આ પણ વાંચોઃ નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા…એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો પાકિસ્તાની અધિકારીઓ સાથે પણ આ અંગે વાત કરવામાં આવશે. ભારત સરકારને આશા છે કે, પાકિસ્તાન તરફથી ફી માફ કરવાની વાત કહેવામાં આવશે. જો ફી માફ નહીં કરે તો આ ફી ઓછી કરવા અંગે પાકિસ્તાન સાથે વાત કરવામાં આવશે. કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ત્યારે જ શરૂ થઇ શકશે.

READ  પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તારીખ સાથે કહ્યું કે ભારત પાકિસ્તાન પર આ દિવસોમાં હુમલો કરી શકે છે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે પાકિસ્તાન સાથે ફી સંબંધે કોઇ વાતચીત થાય. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યુ હતું કે તેમનો દેશ કરતારપુર કોરિડોરને 9મી નવેમ્બરે ખોલશે. આ કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ધર્મસ્થળ સાથે જોડશે. જેનાથી ભારતીય શ્રદ્ધાળુઓ વીઝા મુક્ત અવરજવર કરી શકશે. શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહિબ જવા માટે બસ એક પરમિટ લેવી પડશે.

READ  શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે Just Wait And Watch, 162 and More

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments