ઓનલાઈન ખરીદી વખતે આવી ભૂલ કરી તો થઈ જશે બેંક ખાતું ખાલી, વાંચો આ કિસ્સો

જીવરાજપાર્કમા રહેતા અને છુટક મજુરી સાથે ડ્રાઈવીંગનુ કામ કરતા ચેતન ચુનારા જેઓને ઓનલાઈન બુટની ખરીદી કરવી ભારે પડી છે.  કેમ કે તેઓએ 2 હજાર રૂપિયાની સામે 54 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ચેતન ચુનારાએ 16 સપ્ટેમ્બરે કલબ ફેકટરી નામની સાઈડ પરથી 2 હજારના બુટ મંગાવ્યા, જે બુટ 10 દિવસમા ડિલીવર થવાના હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જોકે ચેતન ચુનારાને બુટ જલદી જોઈતા હોવાથી તેણે ગુગલ પરથી કંપનીનો હેલ્પ લાઈન નંબર લઈને કંપનીનો સંપર્ક કર્યો અને બસ આટલી ભુલ સાથે તેમણે 54 હજાર ગુમાવ્યા.  કેમ કે જેઓ તેમણે ફોન કર્યો કે સાથે તેમને એક એપ્લિકેસન ડાઉનલોડ કરવા જણાવાયું અને તે એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમા રહેલ એક નંબર કંપનીનો કર્મી કે જેનો કોલ ચાલુ હતો તેણે માંગતા આપ્યો કે 10 મિનીટમા ચેતન ચુનારાના બેંકમા રહેલા 54,308માંથી 54,300 રૂપિયા પાંચ અલગ અલગ ટ્રાન્ઝેકશનમા ઉપડી ગયા. જે બાદ ચેતન ચુનારાને તેની સાથે ફ્રોડ થયાનો ખ્યાલ આવતા સમગ્ર મામલે તેણે સાયબર ક્રાઈમમા ફરિયાદ કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સંસ્કાર નગરી વડોદરામાં ધાર્મિક એકતાનો પુરાવો...14 વર્ષથી રામલીલામાં લક્ષ્મણની ભૂમિકા અદા કરતો મુસ્લિમ યુવક આબિદ

 

મહત્વનુ છે કે સાયબર ક્રાઈમમા આ પ્રકારના ફ્રોડની અનેક ફરિયાદો અને અરજીઓ આવતી હોય છે.  એક અંદાજ પ્રમાણે ઓનલાઈન ચીટીંગની એક મહિનામાં 300 અરજી આવે છે.  જેમાં ખરાઈ કર્યા બાદ ચાલુ વર્ષે સાયબર ક્રાઈમમા 32 ગુના દાખલ કરવામા આવ્યા. જેમા 28 ગુના ઉકેલીને 100 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઈ, સાયબર ક્રાઈમના અધિકારીનુ માનીએ તો ચેતન ચુનારા સાથે બનેલો ગુનો ઈકોનોમીત ફ્રોડ છે, જેમા સામેની વ્યકિત કોલ પર તમારી વિગતો મેળવી તમારી સાથે છેતરપીંડી કરતા હોય છે, જે પ્રકારના ગુના સૌથી વધુ સામે આવ્યા છે, ત્યારે અધિકારી દ્રારા આ પ્રકારની છેતરપીંડીથી બચવા માટે સલાહ અપાઈ હતી.
જુદા જુદા બનાવો સામે આવ્યા છે અને તેમાં  સાયબર ક્રાઈમમા 32 ગુના દાખલ થયા છે.  28 ડિટેક્ટ કરવામા આવ્યા છે.  20 થી 25 અરજી આવે છે, ઈકોનોમીક ફ્રોડ થતા હોય છે તેવી અરજી હોય છે.  તપાસ કર્યા બાદ જે તે જગ્યા પર હોય છે ત્યાંથી લાવવામા આવે છે. ઓનલાઈન ફ્રોડ છે તેમા ખાસ જે વેબસાઈટ પર પોતાના ડેટા આપતા હોય અને કોલ આવતા હોય તે ખરેખર કંપની માંથી આવતા હોય તે જાણી રૂપિયા ભરવા જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Rajkot : No transactions at Movaiya cooperative society, farmers stage protest - Tv9

ચેતન ચુનારાની થોડી ઉતાવળ તેને ભારે પડી છે અને તેણે પોતાના બેંકમા રહેલી પુંજી 54 હજાર ગુમાવ્યા છે. જે રૂપિયા પરત આવે તેવી ચેતન ચુનારા રાહ જોઈ રહ્યા છે.  અન્ય ઓનલાઈન ખરીદી કરનારા લોકો માટે પણ આ કિસ્સો એક લાલબતી સમાન ગણી શકાય છે.
Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192