6 કરોડ ગુજરાતીઓમાંથી કોઈ પણ ન બની શકે રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ, આ મુદ્દે એક નાગરિક પહોંચ્યો હાઈકોર્ટ

એક ગુજરાતી વડાપ્રધાન તો બની શકે છે અને ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પણ બની શકે, પરંતુ તે રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ ક્યારેય ન બની શકે.

દેશના હાલના કાયદા મુજબ રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ બનવા માટેની પાત્રતા કોઈ પણ ગુજરાતીમાં કે દેશના મોટાભાગના રાજ્યોના લોકો પાસે નથી, કારણ કે આ હોદ્દો માત્ર ત્રણ જાતિના લોકો માટે કથિત રીતે અનામત છે.

કેન્દ્ર સરકારની માત્ર ત્રણ જાતિઓને જ રાષ્ટ્રપતિના બૉડીગાર્ડ બનાવવાની કહેવાતી નીતિ સામે એક નાગરિકે અવાજ ઉઠાવ્યો છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે ગૌરવ યાદવ નામના એક યુવાનની અરજી પર કેન્દ્ર સરકાર અને સેના પ્રમુખ પાસે જવાબ માંગ્યો છે. આ યુવાનનો આરોપ છે કે રાષ્ટ્રપતિના બૉડીગાર્ડની ભરતી માટે માત્ર જાટ, રાજપૂત અને જાટ શીખ જાતિઓના ઉમેદવારોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.

READ  વેનેઝુએલામાં સેનાએ રાષ્ટ્રપતિ નિકોલ્સ મેડુરો વિરૂધ્ધ કર્યો બળવો

અહીર/યાદવ જાતિના ગૌરવ યાદવનું કહેવું છે કે તે રાષ્ટ્રપતિના બૉડીગાર્ડના પદ માટે જરૂરી તમામ યોગ્યતાઓ ધરાવે છે, પરંતુ માત્ર તે જાટ, રાજપૂત કે જાટ શીખ ન હોવાના કારણે તેની ભરતી ન કરવામાં આવી.

આ પણ વાંચો : … તો આખરે CM રૂપાણીએ સ્વીકારી જ લીધું કે રાજ્યનો આ વિભાગ છે સૌથી વધુ ભ્રષ્ટ! જુઓ VIDEO

રાષ્ટ્રપતિ ભવન

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધર અને જસ્ટિસ સંજીવ નરૂલાએ હરિયાણાના રહેવાસી ગૌરવ યાદવની અરજી પર સંરક્ષણ મંત્રાલય, આર્મી ચીફ, રાષ્ટ્રપતિના બૉડીગાર્ડ કમાંડંટ તથા સેના ભરતી નિયામકને નોટિસો પાઠવી છે. બેંચે આ તમામને ચાર અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અરજી પર આગામી સુનાવણી 8 જાન્યુઆરીના રોજ થશે.

READ  આજે ગાંધીજી નિવાર્ણદિન, જાણો આ 5 અભિનેતા વિશે જેમણે ગાંધીજીના પાત્રને ફિલ્મોના ઈતિહાસમાં અમર બનાવી દીધું !
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

અરજીકર્તા ગૌરવ યાદવે ગત 4 સપ્ટેમ્બર, 2017ના રોજ થયેલી રાષ્ટ્રપતિના બૉડીબાર્ડની ભરતી રદ કરવાનો અનુરોધ કર્યો છે. અરજદારે કહ્યું કે તેઓ અહીર/યાદવ જાતિથી સંબંધ ધરાવે છે અને જાતિને છોડી દઈએ તો રાષ્ટ્રપતિના બૉડીગાર્ડની ભરતી માટે તમામ યોગ્યતાઓ ધરાવે છે. અરજદારે પોતાને આ પદ પર નિયુક્ત કરવાનો અનુરોધ કર્યો છે.

અરજીમાં કહેવાયું છે કે ત્રણ જાતિઓને પ્રાથમિકતા આપી બીજા યોગ્ય નાગરિકોને ભરતીની તકથી વંચિત કરવામાં આવ્યાં છે. આ પ્રકારનું પક્ષપાત બંધારણની કલમ 14 અને 15(1)ની જોગવાઇઓનો ભંગ છે.

READ  હદ કરી દીધી ઓસ્ટ્રેલિયાએ! ધોની-ચહેલને આપ્યા માત્ર 500 ડૉલર, બાકી ખેલાડીઓને બતાવ્યો ઠેંગો, ગાવસ્કરને આવ્યો ગુસ્સો Ind Vs. Aus

[yop_poll id=355]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments