ઓપરેશન ભારતવર્ષમાં દિલ્હીના ભાજપ સાંસદની ખુલી પોલ, નોટબંધી અને જીએસટી પર શું કહ્યું ઉદિત રાજે ?

Tv9 ભારતવર્ષ દ્વારા દેશનું સૌથી મોટું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં સાંસદો દ્વારા કરવામાં આવેલા ગુનાની માહિતી સામે લાવવામાં આવી રહી છે. જેમાં સાંસદોના કાળા નાણાંનો કેવી રીતે ઉપયોગ કરી રહેલાં છે જેની માહિતી સામે આવી રહી છે.

આ માટે ભાજપના નેતા અને દલિતો માટેના મસિહા તરીકે પ્રખ્યાક ઉ.પશ્ચિમ દિલ્હીના સાંસદ ઉદિત રાજે ટીવી-9 ભારતવર્ષના સ્ટિંગમાં કહ્યું કે, આજની તારીખમાં ચૂંટણી માત્ર કાળાધન પર લડી શકાય છે. તેમજ ગુપ્ત કેમેરામાં એવું પણ કહેતાં સાંભળવા મળ્યા છે કે આજની તારીખમાં કોઈ ઈમાનદારી રહી નથી.

READ  મોદીને ટક્કર આપવા પ્રિયંકા ગાંધી બાદ હવે કોંગ્રેસ વધુ એક મહિલાને મેદાનમાં ઉતારવાની કરી રહ્યું છે તૈયારી, જાણો કોણ છે આ મહિલા

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન શું ખરેખર પરિપૂર્ણ કરી શકાશે ?, દેશને થઈ શકે છે 10 લાખ કરોડ સુધીનો વધુ ખર્ચ

એટલું જ નહીં ભાજપના સાંસદે કહ્યું કે, જે નેતા સૌથી વધુ ઈમાનદાર હોવાનો દાવો કરી રહ્યા હોય તે નેતા સૌથી વધુ ભ્રષ્ટ હોય છે. એટલું જ નહીં તેમણે હાલની કેન્દ્ર સરકારની સૌથી મોટી કાર્યવાહી નોટબંધી અને GST પર પણ સવાલ ઉઠાવ્યા છે. અને કહ્યું કે, તેના કારણે દેશમાં કાળુંધનના અંત નથી આવ્યો પરંતુ દેશમાં વેપારને જરૂર અસર થઈ છે.

READ  હવે 10 લાખ 'જય શ્રીરામ' લખેલા પોસ્ટકાર્ડ કરશે મમતા બેનર્જીનું સ્વાગત

Oops, something went wrong.

FB Comments