પશ્ચિમ બંગાળ તરફ આવી રહ્યું છે બુલબુલ વાવાઝોડું, કોલકાત્તા એરપોર્ટ કરાયું બંધ

ગુજરાત પરથી મહા વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ભારતમાં 2 ચક્રવાત આવવાની શક્યતા આ અઠવાડિયામાં વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં બંગાળની ખાડીમાં બુલબુલ વાવાઝોડું ધીમે ધીમે ભયાનક રુપ લઈ રહ્યું છે. રવિવારની સવાર સુધીમાં પશ્ચિમ બંગાળ પર ત્રાટકી શકે છે અને તેના લીધે કોલકાત્તા એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે.  12 કલાક સુધી કોલકાત્તા એરપોર્ટથી કોઈ ફલાઈટ  નહીં ઉડી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિઝનેસ કલાસની ટીકિટ હતી તો પણ આ ખેલાડીને પ્લેનમાં ન ચડવા દીધો, એરલાઈન્સે માગી માફી

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરી સરકાર બનાવવા આપ્યો સમય

શનિવારના સાંજે 6 વાગ્યાથી લઈને રવિવારના સવારના 6 વાગ્યા સુધી કોલકાત્તા એરપોર્ટને બંધ કરી દેવાયું છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવેલી જાણકારી અનુસાર 1 લાખ 20 હજાર લોકોને પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરી સલામત સ્થળે લાવવામાં આવ્યા છે. આ સિવાય સ્કૂલ, કોલેજ બંધ રાખવા માટે આદેશ આપી દેવાયો છે.

READ  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે 135 કિમીની ઝડપથી બુલબુલ વાવાઝોડું ટકરાઈ શકે છે. જેના લીધે દરિયાકાઠાના વિસ્તારોની સુરક્ષા વધારી દેવાઈ છે. વાવાઝોડું ગંભીર બની રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. ભારત સરકારની એનડીઆરએફની 17 ટીમ ત્યાં ઉતારી દેવાઈ છે. બાંગ્લાદેશમાં હાઈએલર્ટ આપી દેવાયું છે અને 50000 સ્વંયસેવકોને તૈયાર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

READ  U-19 WC: ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ બાંગ્લાદેશ ફાઈનલ મેચમાં ઈન્ડિયા સાથે ટકરાશે

 

Oops, something went wrong.
FB Comments