રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્ણાટકમાં આપેલા આમંત્રણને યાદ કરીને વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને આપશે પત્ર, પરિણામ બાદ કરી રહ્યા છે આ માગણી

23 તારીખની સવાર જોવા માટે નેતાઓ પણ આતૂર છે અને દેશના લોકો પણ છે. પરંતુ મામલો તો હજુ શરૂ નથી થયો તે પહેલા વિપક્ષી નેતાઓ સરકાર બનાવવાની ચિંતામાં નથી. પરંતુ તેમની ચિંતા કંઈક બીજી છે. એગ્ઝિટ પોલમાં NDAની સરકાર બનતી દેખાઈ છે. તો કેટલાક પંડીતોનું કહેવું છે કે કોઈને બહુમત મળશે નહીં. અને ત્રિશંકુ લોકસભાની સ્થિતિ યોજાવાની છે. ત્યારે વિપક્ષી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને એક પત્ર આપવાનો નિર્ણય કર્યો છે. જે પત્રમાં ચંદ્રબાબુ, બસપાના સતીશ મીશ્ર, મમતા, અખિલેશ, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, સ્ટાલિન દ્વારા સહી કરાઈ છે. જો કે કોંગ્રેસ આ પત્રમાં સામેલ નથી.

READ  અમેરિકા બાદ જાપાનનો પણ ભારતને ટેકો, પાકિસ્તાનને કહ્યું, ‘જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરો, પુલવામા આતંકી હુમલાને વખોડીએ છીએ’

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે આ ખાસ મંજૂરી આપી દેવાઈ, આ દિવસોમાં યોજાઈ શકે છે કાર્યક્રમ

 

જાણો વિપક્ષી દળનો આ પત્ર શું છે

વિપક્ષી પાર્ટીઓએ પત્રમાં કહ્યું છે કે પરિણામોની જાહેરાત બાદ 17મી લોકસભાને બનાવવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવે ત્યારે સરકાર બનાવવા માટે અને 272 સાસંદોની યાદી સોંપવાની અમને તક આપવામાં આવવી જોઈએ. જેથી અમારી વિનંતી છે કે અમારા પત્ર પર વિચાર કરવામાં આવશે. આ પત્ર સાથે વિપક્ષી પાર્ટીએ કાનૂનના જાણકારોનો પણ મત જાહેર કર્યો છે. જેમાં કહ્યું છે કે ખંડીત જનાદેશની પરિસ્થિતિમાં કોને સરકાર બનાવવા માટે આદેશ અપાવવો જોઈએ. વિપક્ષી પાર્ટીએ એટલા માટે આ પગલુ ભરવું પડ્યું છે કારણ કે કર્ણાટકમાં ભાજપ પાસે બહુમત ન હોવા છતાં રાજ્યપાલ વજુવાળાએ તેમને આમંત્રણ આપી દીધુ હતું. અને યેદીયુરપ્પાને શપથ પણ આપી દીધા હતા.

READ  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, RAFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં રહેશે હાજર
Oops, something went wrong.
FB Comments